કેનેડામાં બોરસદની યુવતીની લાશ મળી, સાસરિયાઓએ હત્યા કર્યાનો આક્ષેપ

News18 Gujarati
Updated: January 16, 2020, 4:05 PM IST
કેનેડામાં બોરસદની યુવતીની લાશ મળી, સાસરિયાઓએ હત્યા કર્યાનો આક્ષેપ
હિરલ પટેલની ફાઇલ તસવીર

પોલીસે જણાવ્યું હતું કે, હિરલ પટેલ જ્યારે છેલ્લીવાર દેખાઇ હતી ત્યારે તેણે બ્લેક જેકેટ અને ગ્રે પેન્ટ પહેર્યો હતો.

  • Share this:
બોરસદ : કેનેડામાં (Canada) બોરસદની પામોલની 28 વર્ષની હિરલ પટેલની (Hiral Patel) કચડાયેલી હાલતમાં લાશ મળી આવી છે. જોકે, મૃતક યુવતીનાં પરિવારે સાસરી પક્ષનાં લોકો સામે આક્ષેપ કરતા કહ્યું કે, આ લોકોએ જ યુવતીની હત્યા કરી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક હિરલ પટેલનાં લગ્ન બોરસદના કિંખલોડ ગામનાં યુવક સાથે થયા હતા.

મળતી માહિતી પ્રમાણે, કેનેડાની ટોરેન્ટો પોલીસે કરેલા ટ્વિટ પ્રમાણે હિરલ પટેલ 11 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યાથી ગાયબ છે. પોલીસે જણાવ્યું હતું કે, હિરલ પટેલ જ્યારે છેલ્લીવાર દેખાઇ હતી ત્યારે તેણે બ્લેક જેકેટ અને ગ્રે પેન્ટ પહેર્યો હતો.આ ઘટનાની જાણ થતા યુવતીનાં પરિવારજમાં શોકનો માહોલ ફેલાયો છે. હિરલ છેલ્લા ત્રણ વર્ષથી પતિ સાથે કેનેડામાં રહેતી હતી. લગ્નના શરૂઆતના દિવસો સારી રીતે વીતી રહ્યા હતા. જોકે છેલ્લા એક વર્ષથી સાસરિયા તરફથી યુવતીને સતત ત્રાસ મળી રહ્યો હતો. હિરલનો પતિ પણ તેને છેલ્લા એક વર્ષથી માર મારીને ત્રાસ આપતો હતો.

હિરલ પટેલની ફાઇલ તસવીર


હિરલની હત્યા તેના સાસરિયાઓએ જ કરાવી છે તેવો આક્ષેપ હિરલના પરિવારજનોએ લગાવ્યો છે. મહત્વનું છે કે, હિરલનાં મૃતદેહ પર મારનાં પણ નિશાન મળ્યાં હતાં.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading