Home /News /madhya-gujarat /BAPSના મહંતસ્વામીના જન્મદિવસે કમળની પુષ્પમાળા અર્પણ કરી દિર્ધ આયુષ્યની પ્રાર્થના
BAPSના મહંતસ્વામીના જન્મદિવસે કમળની પુષ્પમાળા અર્પણ કરી દિર્ધ આયુષ્યની પ્રાર્થના
આણંદઃ બોચાસણ ખાતે બીએપીએસના ગાદીપતિ પૂજ્ય મહંતસ્વામીનો આજે 83 મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સંતો મહંતોએ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પુષ્પ માળા અર્પણ કરી જન્મદિનની ઉજવણી કરી તેમના દીર્ધ આયુષ્યની પ્રાર્થના કરી હતી. મહંત સ્વામી સહીત સંતો અને હરિભક્તો એ ઉરી આતંકવાદી હુમલા માં શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ પાઠવી દેશ ની સુરક્ષા કરતા જવાનો ની સુરક્ષા માટે પ્રાર્થના પણ કરી હતી.

પ્રમુખસ્વામીમહારાજ અક્ષરનિવાસી બન્યા બાદ તેમના અનુગામી તરીકે મહંતસ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના વડા બન્યા છે. આજ રોજ મહંતસ્વામી મહારાજની 83મી વર્ષગાંઠ આણંદ જિલ્લાના બોચાસણ ખાતે ઉજવવા માં આવી હતી. બાપાની આજ્ઞાથી તેમણે વર્ષો સુધી બોચાસણ અને આસપાસના વિસ્તારોમાં વિચરણ કરીને લોકોને પ્રભુનો સંદેશ પહોંચાડ્યો છે. યોગાનુયોગ હાલના સમયે તેઓ બોચાસણ મંદિર ખાતે બિરાજમાન છે. ત્યારે આજ રોજ મંદિર ખાતે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન વંદન કરી ધન્યતા અનુભવી હતી. સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલી પણ હરિભક્તો દ્વારા આપવામાં આવી હતી.
બીએપીએસ સંસ્થાના વડા બન્યા બાદ મહંતસ્વામી મહારાજની પ્રથમ વર્ષગાંઠ હોવાથી હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દુનિયાભરના 1200થી વધુ મંદિરોમાં પણ સત્સંગ અને સભામાં પ્રમુખસ્વામી મહારાજનું સ્મરણ કરીને મહંતસ્વામીની જયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજાશે.