આણંદઃહારનો બદલો લેવા ભાજપી નેતાએ રવિ પૂજારીને સોપારી આપી ફાયરિંગ કરાવ્યું!

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 20, 2017, 12:12 PM IST
આણંદઃહારનો બદલો લેવા ભાજપી નેતાએ રવિ પૂજારીને સોપારી આપી ફાયરિંગ કરાવ્યું!
અમદાવાદઃઆણંદના બોરસદના નગર સેવક પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કેસમાં એટીએસે રવિ પુજારીના શાર્પ શુટર સુરેશ પિલ્લઈ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.નોંધનીય છે કે ફાયરિંગ કરવાની સોપારી પ્રજ્ઞેશની સામે બીજેપીના હારી ગયેલ ઉમ્મેદવારના પુત્ર ચંદ્રેશ પટેલે આપ્યા હોવાનુ સામે આવ્યુ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 20, 2017, 12:12 PM IST
અમદાવાદઃઆણંદના બોરસદના નગર સેવક પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કેસમાં એટીએસે રવિ પુજારીના શાર્પ શુટર સુરેશ પિલ્લઈ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.નોંધનીય છે કે ફાયરિંગ કરવાની સોપારી પ્રજ્ઞેશની સામે બીજેપીના હારી ગયેલ ઉમ્મેદવારના પુત્ર ચંદ્રેશ પટેલે આપ્યા હોવાનુ સામે આવ્યુ છે.

એટીએસએ ત્રણ રવિ પુજારીના ત્રણ શુટરોને ઝડપી લીધા છે. સુરેશ પિલ્લઈ(મુળ તમિલનાડુનો રહેવાસી અને મુંબઈમાં રહે છે.),શબ્બીર મોમીન અને ઘનશ્યામગિરી.સુરેશ પિલ્લઈ રવિ પુજારીનો શાર્પ શુટર છે અને છેલ્લા પાંચ મહિનાથી રવિના સંપર્કમાં હતો.રવિ પુજારી તેને હવાલા દ્રારા રુપિયા પણ મોકલી આપતો હતો.એટીએસનુ કહેવુ છે કે બોરસદમાં ગત 13 જાન્યુઆરીએ કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલ પર જે ફાયરિંગ થયુ હતુ તે ફાયરિંગ સુરેશ પિલ્લઈએ પોતાના સાગરિત શબ્બીર સાથે મળીને કર્યુ હતુ.

જેમાં આ લોકોને સોપારી ચંદ્રેશ પટેલે દ્રારા આપવામાં આવી હતી.ચંદ્રેશ પટેલ હાલ કેબલના વ્યવસાયમાં છે અને તેની માતા બીજેપી તરફથી ઉભા થયા હતા પ્રજ્ઞેશની સામે અને હારી ગયા હતા.ચંદ્રેશ હાલ વિદેશ ભાગી ગયો છે.પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે કે ચંદ્રેશ બદલો લેવા માટે પ્લાનિંગ બનાવી રહ્યો હતો અને જેના ભાગરુપે પોતાના મિત્ર શ્યામગિરી સાથે સુરેશ અન્ના નામના શખ્સ પાસે એક મહિના પહેલ મુંબઈ મળવા ગયો હતો.પ્રાથમિક તપાસમાં 25 લાખની વાત નક્કી થઈ હતી અને સુરેશ અન્નાએ આ ઘટનાને અંજામ આપવા સુરેશ પિલ્લઈને જાણ કરી હતી.


કોણ છે સુરેશ અન્ના,કંઈ રીતે મુલાકાત થઈ સુરેશ પિલ્લઈ સાથે


પોલીસનુ કહેવુ છે કે સુરેશ અન્ના અને સુરેશ પિલ્લઈ એક સાથે વડોદરા જેલમાં બંધ હતા.સુરેશ અન્ના એનડીપીએસના કેસમાં જેલમાં હતો.બન્ને જ્યારે છુટી ગયા ત્યારે સુરેશ પિલ્લઈએ અન્ના સાથે વાત કરી હતી કે તેની પાસે કામ નથી અને રુપિયા નથી. જેથી અન્નાએ રવિ પુજારી સાથે સંપર્ક કરાવી દીધો હતો.પિલ્લઆ અને રવિ છેલ્લા પાંચ મહિનાથી સંપર્કમાં હતા અને રવિ પુજારીએ પિલ્લઈને હવાલા મારફતે અનેક વાર રુપિયા પણ મોકલી આપ્યા હતા.

ગત 3 જાન્યુઆરીએ ચંદ્રેશ પટેલે સુરેશને ફોન કરી કામ પતાવી આપવા જણાવ્યુ હતુ. જેથી 3 જાન્યુઆરીએ પિલ્લઈ અને શબ્બીર આણંદ પહોંચી ગયા હતા અને શ્યામગિરીએ રોકાવવાની વ્યવસ્થા કરી આપી હતી.10 દિવસ સુધી બન્ને આરોપીઓ રેકી કરી અને ત્યાર બાદ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.નોંધનીય છે કે શ્યામગિરી અગાઉ આણંદમાં કોર્પોરેટરના હત્યા કેસમાં,પિલ્લઈ લુંટ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથે અને શબ્બીર મહેસાણા ના એક ગુનામાં પકડાઈ ચુક્યો છે.


સુરેશ અન્ના,ચંદ્રેશ પટેલને પકડવા ટીમો કાર્યરત

નોંધનીય છે કે આ કેસમાં હાલ સુરેશ અન્ના,ચંદ્રેશ પટેલને પકડવા ટીમો કાર્યરત થઈ ગઈ છે ત્યારે શ્યામગિરી હાલ હોસ્પીટલમાં દાખલ છે જેથી હોસ્પીટલમાં પોલીસ તૈનાત કરી દેવાઈ છે.સવાલ એ ઉભો થાય છે કે આ ગુનામાં અન્ય કેટલા આરોપીઓ સામેલ છે.શુ રવિ પુજારી ખરેખર માત્ર જસ લેવા માંગતો હતો.સવાલએ પણ છે કે રવિ અચનાક પિલ્લઈ સાથે સંપર્કમાં કંઈ રીતે આવ્યો.રવિ પુજારીને ઘટનાની જાણ કોણે કરી હતી.

 
First published: January 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर