Home /News /madhya-gujarat /

જાણો આણંદ જિલ્લાની બેઠક પર કોણ કોને ટક્કર આપી રહ્યું છે?

જાણો આણંદ જિલ્લાની બેઠક પર કોણ કોને ટક્કર આપી રહ્યું છે?

આણંદ: અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કુલ 93 વિધાનસભા બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. બીજા તબક્કાના મતદાનમાં કુલ 1,15,47,435 મતદારો પોતાની આંગળીની તાકાત બતાવશે. કુલ 93 બેઠકો માટે 857 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ તમામ બેઠકો ઉપર કોંગ્રેસ વડગામ તથા વાઘોડિયા સિવાયની બેઠકો ઉપર, NCP અને બસપા અનુક્રમે 28 અને 75 બેઠકો ઉપર તેમજ 350 અપક્ષો ચૂંટણી જંગમાં છે.ત્યારે વાત કરીએ આણંદ જિલ્લાની તો...

  •  આણંદ બેઠક પર યોગેશભાઈ પટેલ પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. કે જેઓ 10 પાસ છે અને 27  કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં કાંતીભાઈ (સોઢા) પરમાર કે જેઓ 12 પાસ છે અને 4  કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

  • જ્યારે ખંભાત બેઠક પર મયુરભાઈ રાવલ પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ 10 પાસ છે અને 1 કરોડથી વધુની સંપત્તી ધરાવે છે. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં ખુશમનભાઈ પટેલ કે જેઓ 8 પાસ છે અને 1 કરોડથી વધુની સંપત્તી ધરાવે છે.

  • તો  બોરસદ બેઠક પર રમણભાઈ ભીખાભાઈ સોલંકી પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ 10 પાસ છે, અને 61 લાખથી વધુની સંપત્તિ ધરાવ છે.જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં રાજેન્દ્રસિંહ પરમાર કે જેઓ 10 પાસ છે અને1 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

  • તો આંકલાવ બેઠક પર હંસાકુંવરબા રાજ  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે.જેઓ ડોક્ટરેટ છે, અને 2 કરોડથી વધુની સંપત્તિ ધરાવ છે.  જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં, અમિતભાઈ ચાવડા, જેઓ શિક્ષિત છે અને 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

  • તો ઉમરેઠ બેઠક પર ગોવિંદભાઈ રાઈજીભાઈ પરમાર  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ  છે, અને 5 પાસ છે, અને 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવ છે જેના પર 2 ક્રિમિનલ કેસ છે.. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં, કપિલાબેન ચાવડા, કે જેઓ 10 પાસ છે. અને 79 લાખથી વધુની સંપત્તિ ધરાવે છે.

  • તો પેટલાદ બેઠક પર ચંદ્રકાંત.ડી.પટેલ  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે.જેઓ સ્નાતક છે, અને 2  કરોડથી વધુની સંપત્તિ ધરાવ છે, જેના પર 6 ક્રિમિનલ કેસ છે. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં  નિરંજન પટેલ, કે જેઓ સ્નાતક છે અને 58 લાખથી વધુની સંપત્તિ ધરાવે છે. જ્યારે તેના પર 1 ક્રિમિનલ કેસ છે.

  • તો સોજિત્રા બેઠક પર વિપુલભાઈ વિનુભાઈ પટેલ  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ 10 પાસ  છે, અને 1  કરોડથી વધુની સંપત્તિ ધરાવ છે, જેના પર 1 ક્રમિનલ કેસ છે. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં. પુનમભાઈ પરમાર કે જેઓ 12 પાસ છે. અને 3  કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

First published:

Tags: Gujarat Assembly Election, Gujarat assembly election 2017, Gujarat Assembly Polls, Gujarat Election 2017, Gujarat Polls, Gujarat Polls 2017, ગુજરાત ચૂંટણી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन