Home /News /madhya-gujarat /આણંદ: ટ્રાફિક પોલીસનો હપ્તો ઉઘરાવતો VIDEO વાયરલ

આણંદ: ટ્રાફિક પોલીસનો હપ્તો ઉઘરાવતો VIDEO વાયરલ

હું મારા દોસ્તના પણ 300 રૂપિયા લઉ છું, તો તારી ક્યાં વાત રહી...

હું મારા દોસ્તના પણ 300 રૂપિયા લઉ છું, તો તારી ક્યાં વાત રહી...

દેશભરમાં ટ્રાફિક પોલિસ હપ્તાના નામે બદનામ થતી હોવાના સમાચાર મળતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો આણંદ શહેરમાં બન્યો હોવાની ઘટના સામે આવી છે. આણંદ શહેરમાં ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ દ્વારા હપ્તાની કડક ઉઘરાણી કરતો હોવાનો વીડિયો વાયરલ થતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ, આણંદ શહેર ટ્રાફિક હેડ કોન્સ્ટેબલનો હપ્તો ઉઘરાવવાનો વીડિયો વાયરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. આ ઘટના આણંદ શહેરના ગ્રીડ ચોકડી પાસેની છે. અહીં એક ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ એક રીક્ષા ચાલક સાથે હપ્તાની રકઝક કરે છે. જેનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં થતી વાતચીતની વાત કરીએ તો તેમાં હેડ કોન્સ્ટેબલ રિક્ષા ચાલક સાથે હપ્તા માટે માથાકુટ કરે છે, તેમાં તે કહે છે કે, હું મારા દોસ્તના પણ 300 રૂપિયા લઉ છું, તો તારી ક્યાં વાત રહી. ત્યારબાદ તે એક યુવકને કહે છે ઉઘરાવી લે પૈસા ચાલે જ નહીં, બીજાને કહે છે એ ભાઈ તારે શું કરવાનું છે.

આણંદ શહેરના એક ટ્રાફિક પોલિસ હેડ કોન્સ્ટેબલનો હપ્તો ઉઘરાવવાનો વીડિયો વાયરલ થતાં શહેરના નાગરીકો અને પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. હવે જોવાનું એ રહેશે કે, આ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ શું પગલા લે છે.
First published:

Tags: Anand, Video viral, ટ્રાફિક પોલીસ, ભ્રષ્ટાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો