Home /News /madhya-gujarat /તારાપુર અકસ્માતમાં નવ લોકોનાં મોત: મૃતકોમાં પાંચ પુરુષ, બે મહિલા અને બે બાળક શામેલ; ઇકો કારના ફૂરચા નીકળી ગયા
તારાપુર અકસ્માતમાં નવ લોકોનાં મોત: મૃતકોમાં પાંચ પુરુષ, બે મહિલા અને બે બાળક શામેલ; ઇકો કારના ફૂરચા નીકળી ગયા
આણંદ: બુધવારે એક ગોઝારો અકસ્માત (Accident) થયો હતો. જેમાં એકસાથે આવી રહેલા 9 વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. બુધવારે સવારે સાડા છ વાગ્યે ભાવનગરના (Bhavnagar) વરતેજ આદમજીનગરના મુસ્લિમ પરિવારને તારાપુર-વટામણ હાઈવે (Tarapur Vataman highway accident) ઉપર અકસ્માત નડ્યો હતો. આમાં કાર અને ટ્રક (Eco car and truck accident) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં જ લાશોનાં ખડકલા થયા હતા. બીજી બાજુ અકસ્માત સર્જનાર ટ્રક મધ્ય પ્રદેશનો હોવાનું નંબર પ્લેટ પરથી માલુમ પડ્યું છે. જ્યારે ઈકો કાર પેસેન્જર કાર તરીકે નોંધાયેલી છે. અકસ્માત સર્જનાર ટ્રકનો નંબર MP09HF 9642 છે. જ્યારે ઇકો કાર જામનગર આરટીઓમાં નોંધાયેલી છે. જેનો નંબર GJ10TV 0409 છે.
Tarapur Truck Eeco car accident: તકોમાં પાંચ પુરુષ, બે મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે. સવારે છ વાગ્યાની આસપાસ ઇકો કાર (Eeco car) અને ટ્રકની સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે અડધી ઈકો કાર ટ્રક નીચે ઘૂસી ગઈ હતી.
આણંદ: આજે એટલે કે બુધવારે સવારે ટ્રાફિકથી ધમધમતા તારાપુર રોડ (Tarapur road) પર થયેલા ગમખ્વાર અકસ્માત (Tarapur Truck Eeco car accident)માં નવ લોકોનાં મોત થયા છે. પ્રાથમિક વિગતો એવી સામે આવી હતી કે અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. પોલીસે અકસ્માતમાં નવ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિવાર ભાવનગર (Bhavnagar)નો હોવાનું સામે આવ્યું છે. તેમજ પરિવાર ભાવનગરથી સુરત જઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. મૃતકોમાં 18 વર્ષથી મોટી ઉંમરના સાત લોકો અને 18 વર્ષથી નાની ઉંમરના બે લોકો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં પાંચ પુરુષ, બે મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે. સવારે છ વાગ્યાની આસપાસ ઇકો કાર (Eeco car) અને ટ્રકની સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે અડધી ઈકો કાર ટ્રક નીચે ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ઇકો કારના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માત બાદ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. (અકસ્માતની વધુ તસવીરો જોવા અહીં ક્લિકકરો... )
મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના તારાપુર (Tarapur accident) નજીક ઇન્દ્રણજ ગામ ખાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 9 લોકો (9 people died in accident between car and truck)એ જીવ ગુમાવ્યો છે. જેમાં બે બાળકનો પણ સમાવેશ થાય છે. મૃતક તમામ લોકો ઇકો કાર (Eeco car)માં સવાર હતા. અકસ્માતનો ભોગ બનેલી ઇકો કાર ભાવગરથી સુરત જઈ રહી હતી.
અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનાં મૃત્યુ થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો કાર અડધી ટ્રક નચી ઘુસી ગઈ હતી. અકસ્માત સ્થળના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરાવનારા છે. ટ્રકની ટક્કર બાદ ઈકો કારમાં સવાર લોકો કારમાં જ મૃત્યુને ભેટ્યા હતા. ઈકો કારમાં તમામ લોકોનાં મૃતદેહ એકની ઉપર એક પડ્યા હતા. આ દ્રશ્યો એવા ડરાવનારા હતા કે કઠણ કાળજાનો માણસ પણ કંપી ઉઠે. અકસ્માત સર્જનાર ટ્રક મધ્ય પ્રદેશનો હોવાનું નંબર પ્લેટ પરથી માલુમ પડ્યું છે. જ્યારે ઈકો કાર પેસેન્જર કાર તરીકે નોંધાયેલી છે. અકસ્માત સર્જનાર ટ્રકનો નંબર MP09HF 9642 છે. જ્યારે ઇકો કાર જામનગર આરટીઓમાં નોંધાયેલી છે. જેનો નંબર GJ10TV 0409 છે.
આણંદ જિલ્લામાં થયેલા અકસ્માત મામલે સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું. CMએ લખ્યું છે કે, "આણંદ જિલ્લાના તારાપુરના ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર અકસ્માતથી થયેલા મૃત્યુથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ..."
આ મામલે આણંદ એસ.પી.એ જણાવ્યું હતું કે, "તારાપુર પાસે થયેલા અકસ્માતમાં નવ લોકોનાં મોતની પુષ્ટિ થઈ ગઈ છે. તમામ મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. ટ્રક ડ્રાઇવરની પણ ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસ થોડા જ સમયમાં આરોપીની ધરપકડ કરશે અને આગળની કાર્યવાહી કરશે." પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પરિવાર ભાવનગરનો હોવાની માહિતી મળી છે. કાર જામનગર જિલ્લામાં નોંધાયેલી છે. ટ્રક મોરબીમાંથી સામાન ભરીને દક્ષિણ ગુજરાત તરફ જઈ રહ્યો હતો. આજે સવારે સામસામે બંનેની ટક્કર થઈ હતી. કુલ નવ લોકોની પુષ્ટિ થઈ છે તેમાં સાત લોકો 18 વર્ષથી મોટી ઉંમરના અને બે બાળકો છે. જેમાં પાંચ પુરુષ, બે મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે."