આણંદમાં પોલીસ કોન્સ્ટેબલે કરી બહેનની હત્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 15, 2017, 6:08 PM IST
આણંદમાં પોલીસ કોન્સ્ટેબલે કરી બહેનની હત્યા
આણંદ :આણંદના તારાપુર પોલીસ મથકે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને ગામડી પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કર્મચારીએ જન્મથી માનસિક બિમાર એવી સગી બહેનને દંડા વડે ઢોર માર મારતા ગંભીર ઇજાઓના કારણે તેણીનું મોત થયું છે. આણંદ શહેર પોલીસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટને આધારે કર્મચારી સામે ખુનનો ગુનો નોંધી આરોપી પોલીસ કર્મચારીની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 15, 2017, 6:08 PM IST
આણંદ :આણંદના તારાપુર પોલીસ મથકે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને ગામડી પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કર્મચારીએ જન્મથી માનસિક બિમાર એવી સગી બહેનને દંડા વડે ઢોર માર મારતા ગંભીર ઇજાઓના કારણે તેણીનું મોત થયું છે. આણંદ શહેર પોલીસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટને આધારે કર્મચારી સામે ખુનનો ગુનો નોંધી આરોપી પોલીસ કર્મચારીની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

આણંદ પાસે આવેલ ગામડી પોલીસ લાઇનમાં બી બ્લોકમાં 116 નંબરના મકાનમાં રહેતા અને તારાપુર પોલીસ મથકે ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ માનસિંહ રાઉલજીની સગી બહેન ૪ર વર્ષીય દિપીકાબેન જન્મજાત માનસિક બિમાર હતી. તેણી ઘરેથી વારંવાર નાસી જતી હતી. આથી તેણીને શોધવા પરિવારજનોને દોડાદોડ કરવી પડતી હતી.

કંટાળી આવેસમાં આવી જતી નરેન્દ્રસિંહ રાઉલજીએ ગત તારીખ13 -2 17 પહેલા એકાએક ગુસ્સે ભરાઇને દિપીકાબેનને દંડા વડે માર માર્યો હતો. જેના કારણે તેણીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી આરોપી નરેન્દ્રસિંહ દ્વારા પોતાની બહેન દીપિકાને સારવાર અર્થે આણંદની હોસ્પિટલમાં દાખલ કરવામાં હતી જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દીપિકાનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ડોક્ટરને પણ ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાયો

તે સમયે નરેન્દ્રસિંહે ડોકટરને જણાવ્યું હતું કે, આ મારી બહેન છે, જે જન્મજાત પાગલ છે. આજે ઘરે બાથરૂમમાં લપસી પડતા તેણીને ઇજાઓ થઇ છે. પરંતુ દિપીકાબેનના શરીર પર ગંભીર ઇજાઓ જોતા ડોકટરોએ પોલીસમાં જાણ કરી હતી.પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ મલ્ટિપલ ઈજાઓ થઇ હોવાનું સામે આવ્યું હતું.
First published: February 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर