આજે રાજ્યમાં અકસમાતને કારણે પાંચ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આણંદના ખંભોળજ પાસે આવેલા કણભઈપુરા ગામે સવારે કમકમાટીભર્યો અકસ્માત બન્યો છે. આઈશર ટેમ્પોએ બાઇકચાલકને ટક્કર મારી ઢસડી પાસેના ખેતર લઈ ગયો હતો. જેમાં બાઈક સવાર ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. આઈશર ટેમ્પોચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ખંભોળજ પોલીસે અકસ્માતના ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. જ્યારે સાબરકાંઠાનાં હિંમતનગર-શામળાજી હાઇવે પર કરણપુર પાસે અજાણ્યુ વાહન બાઇકને ટક્કર મારી ફરાર થયું હતું. જેમાં બાઇક સવાર પતિ-પત્નિના સ્થળ પર જ મોત થયા છે. ગાંભોઈ પોલિસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી છે.
ત્રણેવ યુવાનો નોકરી પર જતા હતા
આણંદના ખંભોળજ પાસેથી પસાર થતા એક આઈશર ટેમ્પોએ સવારે 6.30 કલાકે સાવલી નોકરી પર જતા બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર મારતાં ત્રણેયનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. જ્યારે આઇશર ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. આ કરૂણ ઘટનાને પગલે આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
મળતી માહિતી પ્રમાણે, આ યુવાનો સાવલી સમલાયા ખાનગી કંપનીમાં નોકરી કરવા સવારે કણભઈપુરા ગામથી જઇ રહ્યાં હતા.
અંબાલાલ પટેલની મોટી આગાહી! ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત કડકડતી ઠંડી અને કમોસમી વરસાદથી થશે
આ દરમિયાન આઈશરના આગળના ભાગથી મારેલી ટક્કરમાં ઢસડાઈ બાઈકસવાર યુવકો ટેમ્પોના પાછળના ભાગે નીકળ્યા હતા. આઈશર ટેમ્પો માર્ગ ઉપરના કેળાના ખેતરમાં ઢસડાઈ ઊભો રહી ગયો હતો. જે બાદ ઘટનાસ્થળે જ ત્રણેવ લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેવના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
અમદાવાદ: દિલ્હીથી ગોલ્ડન કારમાં ચોરી કરવા આવતી ગેંગ ઝડપાઈ, એક આરોપીએ મારથી બચવા જાતે બ્લેડ મારી
મૃતકોના નામ
(1) મનુભાઈ રણછોડભાઈ ઠાકોર રહે, પાડવણિયા
(2) ભરતભાઈ પૂજાભાઈ ઠકોર, કણભઈપુરા
(3) રાજેશભાઈ રમણભાઈ ઠાકોર,ખાનકુઆ
બાઇક ચાલક પતિ-પત્નીના મોત
સાબરકાંઠાના હિંમતનગર-શામળાજી હાઇવે પર અન્ય એક ગમખ્વાર અક્સ્માત થયો છે. જેમાં બે લોકોના મોત નીપજ્યા છે. કરણપુર પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. જે બાદ બાઇક સવાર પતિ-પત્નિના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:December 30, 2020, 13:41 pm