આણંદઃપંડોળી કિડનીકાંડ મામલે આરોપી એજન્ટ જાવેદનો મોટો ખુલાસો

News18 Gujarati
Updated: April 16, 2018, 7:51 PM IST
આણંદઃપંડોળી કિડનીકાંડ મામલે આરોપી એજન્ટ જાવેદનો મોટો ખુલાસો
આણંદઃપંડોળી કિડનીકાંડ મામલે આરોપી એજન્ટ જાવેદનો મોટો ખુલાસો.

  • Share this:
આણંદઃ પંડોળી કિડનીકાંડ મામલે આરોપી એજન્ટ જાવેદના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે. તેણે કહ્યું હતું કિડનીકાંડનાં નાણાં હવાલા મારફત પહોંચાડવામાં આવતાં હતાં. જાવેદે 'મેલા' ફિલ્મમાં ગ્રુપ ડાન્સર તરીકે પણ કામ કર્યું હતું.

મળતી વધુ વિગત મુજબ, આણંદના પંડોળીમાં 2016માં કિડનીકાંડ કૌભાડ બહાર આવ્યું હતું, જેમાં 13 વ્યક્તિઓએ નાણાંની લાલચમાં આવી પોતાની એક કિડની વેચી હતી. એમાં આરોપી ડોકટર અને બીજા આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. આમાં એજન્ટ જાવેદ નામના શખસે પોલીસ રિમાન્ડ દરમિયાન આજે પંડોળી કિડનીકાંડ મામલે મોટો ખુલાસો કર્યો છે. જાવેદે 'મેલા' ફિલ્મમાં ગ્રુપ ડાન્સર તરીકે કામ કર્યું હતું, પરંતુ ફિલ્મ સફળ ન થતાં તે લોકોની કિડની વેચવાના ધંધામાં સામેલ થઈ ગયો હતો. લોકોને લાલચ આપી તેમની કિડનીનો સોદો કરી નાખતો હતો. તેણે કહ્યું હતું કે કિડનીકાંડનાં નાણાં હવાલા મારફત પહોંચાડવામાં આવતાં હતા. આ સમગ્ર નાણાકીય વ્યવહાર ત્રણ આંગડિયા પેઢી મારફત કરવામાં આવતો હતો. જાવેદના ચાર દિવસના રિમાન્ડ આજે પૂરા થયા છે. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: April 16, 2018, 7:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading