Home /News /madhya-gujarat /

આણંદ: વિદ્યાર્થિનીને નગ્ન અવસ્થામાં પ્રોફેસરે વિડીયો કોલ કરી બિભત્સ માંગણી

આણંદ: વિદ્યાર્થિનીને નગ્ન અવસ્થામાં પ્રોફેસરે વિડીયો કોલ કરી બિભત્સ માંગણી

આણંદનાં પ્રોફેસરનું વિદ્યાર્થી સાથે બિભત્સ વર્તન

સમગ્ર મામલો જ્યારે બહાર આવ્યો ત્યારે પ્રોફેસર નગ્ન અવસ્થામાં બિભત્સ ચેનચાળા કરી રહ્યા છે. જોકે, જે તે સમયે વિડીયો બહાર આવ્યો અને વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરી ત્યારે પ્રોફેસરે સમગ્ર વિડીયો પત્ની સાથેનો હોવાનું કહીને વાતને વાળી હતી

    શિક્ષણનગરી આણંદનો વધુ એક શરમશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક જાણીતી કોલેજમાં કોન્ટ્રાક્ટ પર અગાઉ ફરજ બજાવી ચૂકેલા પ્રોફેસરે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઓનલાઈન વિડીયો કોલ કર્યો હતો જેમાં તે નગ્ન અવસ્થામાં નજર આવે છે. તેમને 10 મિનિટનો વીડિયો છે. જેમાં માત્ર પ્રોફેસર યુવક દેખાય છે. વિદ્યાર્થીની ઓ સાથે લોભામણી વાત કરી બિભત્સ માંગણી કરતો હોવાનો આક્ષેપ કરતો એક નનામો પત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જોકે, સમગ્ર પત્રની અને ઘટનાની કોઈ ખરાઈ થઈ શકી નથી.

    આ પણ વાંચો-ખેડા: 30 વર્ષિય યુવકનું Hit & Runમાં મોત, વિધવા માતાએ દીકરો અને બે બહેનોએ ભાઇ ગુમાવ્યો

    આ અંગેની સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં સોશિયલ મીડિયા પર ફરતા થયેલા આ પત્રમાં પ્રોફેસરે બે માસ અગાઉ એક વિદ્યાર્થિનીને કોલ કર્યો હતો. જેમાં તે નગ્ન અવસ્થામાં છે અને તે વિદ્યાર્થિની પાસે બિભત્સ માંગણી કરી રહ્યો છે. એવું કહેવાય રહ્યું છે કે, આ વિડીયો 10 મિનિટનો છે. જેમાં માત્ર પ્રોફેસર યુવક દેખાઈ રહ્યો છે પરંતુ સામે કોઈ યુવતી કે અન્ય કોઈ પાત્ર દેખાતું નથી. જેને પગલે સમગ્ર વિડીયો ઇરાદાપૂર્વક બનાવવામાં આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે. પત્રમાં જે નામનો ઉલ્લેખ છે તે નામની વ્યક્તિ છેલ્લાં પાંચ વર્ષમાં જે તે ફેકલ્ટીમાં ભણીને ગઈ હોય તેવું પણ ક્યાંય જાણવા મળ્યું નથી.

    આ પણ વાંચો-સાણંદઃ પત્નીનું માથું ધડથી અલગ કરીને પતિએ કરી ઘાતકી હત્યા, પતિ મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર

    સમગ્ર મામલો જ્યારે બહાર આવ્યો ત્યારે પ્રોફેસર નગ્ન અવસ્થામાં બિભત્સ ચેનચાળા કરતો વીડિયોમાં નજર આવી રહ્યા છે. જોકે, જે તે સમયે વિડીયો બહાર આવ્યો અને વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરી ત્યારે પ્રોફેસરે એમ કહીને વાત ટાળઈ દીધી કે આ વિડીયો પત્ની સાથેનો હતો. જોકે, વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે, પ્રોફેસર જુઠુ બોલે છએ. તે જે તે જગ્યા ઘરની નથી. તે કોઈ ઓફિસ હોય તેમ જણાઈ રહ્યું છે.

    આ મામલે જ્યારે જાણીતી શૈક્ષણિક સંસ્થાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આવી કોઈ રજૂઆત તેમન મળી નથી. પ્રોફેસર કોન્ટ્રાક્ટ બેઝ હતો અને તેને એક ખાનગી કંપની દ્વારા સારી ઓફર મળતાં તેઓ બે મહિના પહેલાં નોકરી છોડીને જતા રહ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

    સમગ્ર બનાવમાં પ્રોફેસરે પકડાય નહીં તે હેતુસર જે તે સમયે સોશિયલ મીડિયા પરથી તેના તમામ ફોટો ડિલીટ કરી દીધા હોવાનો આક્ષેપ પણ વિદ્યાર્થિનીના નામે ફરતા થયેલા પત્રમાં કરવામાં આવ્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Anand News, Crime news, Local News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन