આણંદ: ક્રિકેટના ગ્રાઉન્ડને લઈને જૂથ અથડામણ, 8થી 10 લોકો ઈજાગ્રસ્ત

News18 Gujarati
Updated: May 28, 2018, 9:06 AM IST
આણંદ: ક્રિકેટના ગ્રાઉન્ડને લઈને જૂથ અથડામણ, 8થી 10 લોકો ઈજાગ્રસ્ત

  • Share this:
રાજ્યમાં મારામારીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી જૂથ અથડામણના બનાવો સતત સામે આવી રહ્યાં છે. ત્યારે આણંદમાં 2 જૂથ વચ્ચે અથડામણ થયું હતું. જેમાં 8થી 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મહત્વનું છે કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલરસ ગામમાં ગઈકાલે મોડી રાત્રે જૂથ અથડામણ થયું હતું. ક્રિકેટના ગ્રાઊન્ડને લઈને બે જૂથ વચ્ચે બબાલ થતા મામલો ઉગ્ર બન્યો હતો અને જોત જોતામાં બંને પક્ષો આમને સામને આવી ગયા હતા. જેમાં 8થી 10 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.

જો કે સમગ્ર ઘટનાની જાણ બોરસદ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હાલ તો પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
First published: May 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading