આણંદઃ આણંદ જીલ્લા જવેલર્સ એસોસીએસન દ્વારા આજે આણંદ બંધ ના એલાન સાથે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી નું બેસણું યોજી શ્રધાંજલિ પાઠવી તેઓની તસવીર પર સામુહિક રીતે લાતો મારી વિરોધ પ્રગટ કરતા ચકચાર મચી જવા પામી છે.
છેલ્લા 42 દિવસ થી એક્સાઈઝ ડ્યુટી ને લઇ દેશ સહીત ગુજરાત ના જવેલર્સ એસોસીએસન દ્વારા અચોક્કસ મુદત સુધી સોનીઓ ની દુકાનો બંધ રાખી ડ્યુટી હટાવવા માંગણી કરી વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે. આજે આણંદ જવેલર્સ એસોસીએસન દ્વારા આણંદ બંધ નું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ બંધ ને અંશત સફળતા મળી હતી. મોટા ભાગ ના બજારો ખુલ્લા જોવા મળ્યા હતા .
જોકે બંધ ના એલાન ની સાથે આણંદ નગરપાલિકા સામે જવેલર્સ એસોસીએસન દ્વારા અચાનક કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના બેસણા નો કાર્યક્રમ યોજી શ્રધાંજલિ પાઠવી હતી. બાદ અરુણ જેટલી ની તસ્વીર પર સામુહિક રીતે લાતો મારી તેઓ ની તસ્વીર પગ નીચે ક્ચરવા માં આવી હતી જેને લઇ ચકચાર મચી જવા પામી હતી.