આણંદ: લોક ડાયરામાં ધડાધડ ફાયરિંગ કેસમાં 3ની ધરપકડ, VIDEO વાયરલ

News18 Gujarati
Updated: May 13, 2018, 4:04 PM IST
આણંદ: લોક ડાયરામાં ધડાધડ ફાયરિંગ કેસમાં 3ની ધરપકડ,  VIDEO વાયરલ
News18 Gujarati
Updated: May 13, 2018, 4:04 PM IST
ફરી એક વખત લોક ડાયરામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના  આણંદમાંથી સામે આવી છે. કે જ્યાં લોક ડાયરા દરમિયાન 3-4 શખ્સો દ્વારા  ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

જો કે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા. જેથી પોલીસે ફાયરિંગના કેસમાં 3 લોકોની ધરપકડ કરી છે.

ક્ષત્રિય સેના દ્વારા આણંદમાં આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા જ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અહીં લોક ડાયરાની રંગત જેમ જેમ જામતી ગઈ તેમ તેમ હવામાં ફાયરિંગ કરવામા આવ્યું હતું. મહત્વની વાત એ છે કે આ જે વીડિયો વાયરલ થયો છે તેમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢાનો દિકરો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ડાયરામાં 3-4 બંદુકધારી શખ્સોએ હવામાં ધડાધડ ફાયરિંગ કર્યું હતું. પોતાનો ઠાઠ બતાવવા માટે આજકાલ પિસ્ટલ, બંદૂકમાંથી ફાયરિંગ કરવાનો કુ-રિવાજ ખૂબ ફેલાયો છે.મહત્વનું છે કે ક્ષત્રિય સેનાના 2 વર્ષ પૂર્ણ થતાં અહિં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે આ પહેલા જુનાગઢમાં યોજાયેલા કિર્તીદાન ગઢવીના ડાયરામાં પણ ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છમાં યોજાતા ડાયરાઓમાં એક ભજન અચુક ગવાતું આવ્યું છે. ભજનના શબ્દો છે...વાગે ભડાકા ભારી ભજનના...વાગે ભડાકા ભારી રે...! જૂનાગઢ ખાતે યોજાયેલા સંગીત સંધ્યા કાર્યક્રમમાં પણ કીર્તિદાને આ ભજન લલકાર્યું હતું. પરંતુ આ ભજન સાંભળતા જ ક્ષત્રિય પરિવારના સભ્યો તાનમા આવી ગયા હતા અને સાચે જ અલગ અલગ બંદૂકોમાંથી ભડાકા કર્યા હતા. ડાયરામાં આશરે 30 વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કીર્તિદાન ઉપર નોટોનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો. સંગીત સંધ્યાના આ કાર્યક્રમમાં જૂનાગઢના જાણીતા સાધુ સંતો પણ કીર્તિદાન ઉપર પૈસા ઉડાવતા નજરે પડ્યાં હતા.

First published: May 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर