આણંદ: ઉમરેઠના ધોરા ગામે બાળક શ્વાનના આતંકનો ભોગ બન્યું છે. શ્રમજીવી મજૂરના ત્રણ વર્ષના બાળકને શ્વાને મોઢા-ગળાના ભાગે બચકાં ભર્યાની માહિતી મળી છે. શ્વાન બાળકને ખેંચી જઈ રહ્યો હતો ત્યારે મજૂરોએ શ્વાનના પંજામાંથી બાળકને છોડાવ્યું હતું. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયું છે.
મળતી વધુ વિગત મુજબ, આણંદના ઉમરેઠના ધોરા ગામે રખડતા શ્વાને શ્રમજીવી મજૂરના ત્રણ વર્ષના બાળકને મોઢાના ભાગે બચકાં ભર્યાં હતાં. એટલુ જ નહિ, શ્વાન બાળકને બચકાં ભર્યાં બાદ ખેંચી જઈ રહ્યો હતો ત્યારે ત્યાં કામ કરતા કેટલાક મજૂરો જોઈ જતાં તેમણે શ્વાનના પંજામાંથી બાળકને છોડાવ્યું હતું. મોઢાના ભાગે બચકાં ભરવાથી બાળક વધુ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આ અગાઉ રાજકોટ અને અરવલ્લીમાં પણ બાળકો શ્વાનનો ભોગ બન્યાની ઘટના બની ગઈ હતી. રાજકોટમાં બે વ્યક્તિ પર શ્વાન દ્વારા હુમલો કરાયો હતો. અરવલ્લીમાં 6 ફેબ્રુઆરીએ એક બાળક શ્વાનના આતંકનો બોગ બન્યું હતું.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર