આણંદ: ભરતસિંહ સોલંકીએ મતગણતરી અને પરિણામ પર સવાલ ઉઠાવ્યા

News18 Gujarati
Updated: May 23, 2019, 6:32 PM IST
આણંદ: ભરતસિંહ સોલંકીએ મતગણતરી અને પરિણામ પર સવાલ ઉઠાવ્યા
આ વધારાનાં 1 લાખ 32 હજાર 122 મત ક્યાંથી આવ્યા તેનાં પર ભરતસિંહ સોલંકીએ પ્રશ્ન ઉઠાવ્યો છે

આ વધારાનાં 1 લાખ 32 હજાર 122 મત ક્યાંથી આવ્યા તેનાં પર ભરતસિંહ સોલંકીએ પ્રશ્ન ઉઠાવ્યો છે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: આણંદમાં મતગણતરી અંગે કોંગ્રેસનાં ઉમેદવાર અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ સવાલ ઉઠાવ્યો છે. તેમના મટે મત ગણતરીમાં મોટો તફાવત સામે આવ્યો છે જે અંગે તેમણે ચૂંટણીપંચને પત્ર લખ્યો છે.

ભરતસિંહ સોલંકીનાં જણાવ્યા મજુબ આણંદમાં કૂલ 16 લાખ, 55 હજાર 642 લોકોએ મતદારો છે. જેમાંથી 11 લાખ 5 હજાર 587 લોકોએ મતદાન કર્યુ હતું. જ્યારે મત ગણતરી સમયે 12 લાખ 37 હજાર 790 મત નોંધાયા છે.

આ વધારાનાં 1 લાખ 32 હજાર 122 મત ક્યાંથી આવ્યા તેનાં પર ભરતસિંહ સોલંકીએ પ્રશ્ન ઉઠાવ્યો છે. આ સાથે જ તેમણે મતગણતરીનાં પરિણામ મંજૂર નથી તેમ પણ જણાવ્યુ છે.

આપને જણાવી દઇએ કે આણંદમાં ભાજપ તરફથી મિતેષ પટેલને ટિકિટ આપવામાં આવી છે અને તેઓ આણંદની બેઠક જીતી ગયા છે.  આ બેઠક પર ભાજપે નો-રિપીટ થિયરી અપનાવીને ઉદ્યોગપતિ મિતેશ પટેલને ટિકિટ આપી હતી ભાજપે  દિલીપ પટેલનું પત્તું કાપી નાખ્યુ હતું. જે બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
First published: May 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...