અમૂલે દૂધમાં 2 રુપિયાનો ભાવ વધારો ઝીંક્યો, મંગળવારથી નવા ભાવ અમલમાં

News18 Gujarati
Updated: May 20, 2019, 6:45 PM IST
અમૂલે દૂધમાં 2 રુપિયાનો ભાવ વધારો ઝીંક્યો, મંગળવારથી નવા ભાવ અમલમાં
અમૂલે 2 રુપિયાનો ભાવ વધારો ઝીંક્યો

અમૂલે ગોલ્ડ, શક્તિ અને ટી સ્પેશ્યલમાં 2 રુપિયાનો વધારવાનો નિર્ણય કર્યો

  • Share this:
અમૂલે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. અમૂલે દૂધમાં લીટરે 2 રુપિયા ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. આ નવો ભાવવધારો મંગળવારે સવારથી અમલમાં આવી જશે. એટલે કે તમે સવારમાં દૂધ ખરીદવા જશો ત્યારે લીટરે 2 રુપિયા વધારે ચુકવવા પડશે. આ નિર્ણયના કારણે સામાન્ય લોકોને અસર થશે.

અમૂલે ગોલ્ડ, શક્તિ અને ટી સ્પેશ્યલમાં 2 રુપિયાનો વધારવાનો નિર્ણય કર્યો છે. આમ હવે ગોલ્ડની 500 મિલીલીટર થેલીના 26ના બદલે 27 રુપિયા આપવા પડશે. અમૂલના મતે નવો ભાવ વધારો બે વર્ષ અને બે મહિના પછી કરાયો છે.

ઉનાળામાં દૂધની આવક ઘટતા ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમૂલે દૂધના ખરીદ ભાવમાં પણ વધારો કર્યો છે. જેમાં ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે 10 રુપિયાનો વધારો કર્યો  છે. જ્યારે ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે 4.60 રુપિયાનો વધારો કર્યો છે.

દૂધની નવી કિંમતો - (500 મિલીલીટર, એક થેલી)

અમૂલ ડાયમંડ- 28 રુપિયા
અમૂલ ગોલ્ડ - 27 રુપિયાઅમૂલ શક્તિ - 25 રુપિયા
અમૂલ તાજા - 21 રુપિયા
First published: May 20, 2019, 4:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading