અમૂલ દૂધ થયું મોંઘું, પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો

News18 Gujarati
Updated: December 14, 2019, 6:53 PM IST
અમૂલ દૂધ થયું મોંઘું, પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો
અમૂલ દૂધ થયું મોંઘું, લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો

ભાવ વધારાથી અમૂલ ગોલ્ડ 500 ગ્રામ (એક થેલી) નવો ભાવ 27ના બદલે 28 રુપિયા થઈ જશે

  • Share this:
આણંદ : મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને વધુ એક ફટકો પડ્યો છે. GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રુપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારો આવતીકાલથી અમલમાં આવશે.

અમૂલ દૂધનો નવો ભાવ વધારો ગુજરાત,મુંબઇ દિલ્હી પશ્ચિમ બંગાળમાં અમલી થશે . ભાવ વધારાથી અમુલ ગોલ્ડ 500 ગ્રામ (એક થેલી) નવો ભાવ 27ના બદલે 28 રુપિયા થઈ જશે. અમૂલ તાજા 500 ગ્રામ નવો ભાવ 21ના બદલે 22 રુપિયા થયો છે. અમૂલ શક્તિમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો હતો.

બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - જાન્યુઆરીમાં યોજાશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, PM મોદીને અપાયું આમંત્રણ

અમૂલ તરફથી જાહેર કરેલ એક નિવેદન પ્રમાણે દિલ્હી, એનસીઆર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, મુંબઈ, અમદાવાદ, સાણંદમાં 15 ડિસેમ્બરથી દૂધની કિંમત 2 રુપિયા પ્રતિ લિટર વધારવાનો નિર્ણય કર્યો છે. રવિવારે રવિવારેથી અડધો લિટર ફુલ ક્રીમ દૂધ અમૂલ ગોલ્ડના ભાવ વધીને 28 રુપિયા થઈ જશે. જ્યારે અમૂલ તાજાની અડધા લિટરની થેલીની કિંમત 21ના બદલે 22 રુપિયા થઈ જશે.

બીજી તરફ મધર ડેરી(Mother Dairy)એ 15 ડિસેમ્બરથી દૂધના ભાવમાં પ્રતિ લિટરે 3 રુપિયા વધારવાનો નિર્ણય કર્યો છે.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर