અમદાવાદ : લોકડાઉન બાદ ચોરીના અનેક બનાવોને અંજામ આપીને તસ્કરોએ શહેરમાં આતંક મચાવી દીધો છે. કાલે વટવા વિસ્તારમાં ગાડી લઈને પસાર થતા, તમારી ગાડીની નીચે કંઇ ફસાયું છે એવું કહીને બેગ અને પર્સની ચોરી કરીને ગઠિયો મોટરસાયકલ પર ફરાર થઈ ગયો હતો. તો શહેરના ચાંદખેડામાં એક્ટીવા લઇને પસાર થતી યુવતીને બેગ પડી જશે તેમ કહી નજર ચૂકવી ગઠીયા મોબાઈલ લઇને ફરાર થઈ ગયા.
ચાંદખેડામાં રહેતી દિવ્યાની લાલ રાજપૂત ગત મોડી રાત્રે એક્ટિવામાં પેટ્રોલ પુરાવવા માટે નીકળી હતી. શારદા પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવીને ફરિયાદી યુવતી કે.બી.રોયલ અલ્ટેજા ખાતે પહોંચી હતી. જોકે, રસ્તો ખરાબ હોવાથી તે એક્ટિવા ધીમે ધીમે ચલાવી રહી હતી. આ દરમિયાન એક સ્પોર્ટ્સ બાઇક પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા અને બાઇકમાં પાછળ બેઠેલા ઈસમે ફરિયાદીને ઈશારો કરી ને કહ્યું હતું કે, બેગ પડી જશે. જેથી ફરિયાદી બેગ જોવા માટે નજર કરી તો આ ગઠીયાઓ ફરિયાદીના જિન્સ પેન્ટમાં પાછળના ખિસ્સામાં મુકેલો મોબાઈલ લઇને પલાયન થઈ ગયા હતા.
ફરિયાદીએ એક્ટિવા લઇ આ ગઠિયાઓએ પીછો કર્યો હતો. પરંતુ સ્પોર્ટ્સ બાઇક હોવાથી અને અંધારાનો લાભ લઇને ગઠિયાઓ પલાયન થવામાં સફળ રહ્યા હતા. જ્યારે ફરિયાદીએ એક રાહદારીની મદદ લઇને સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી. હાલ માં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ગાડી નીચે કંઇક ફસાયુ છે તેવું કહીને કરી ચોરી
હવે શહેરમાં (Ahmedabad) ગાડી નીચે કંઈ ફસાયું છે તેમ કહી ને નજર ચૂકવી બેગ અને પર્સ ચોરીનો (loot) બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પ્રદીપસિંહ ઝાલા શુક્રવારે બપોરના સમયે તેમના શેઠ ધ્રુવ શાહ સાથે વટવા જીઆઈડીસી ખાતે ફેકટરી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન વટવા પ્રેમ ફેકટરી પાસે એક બાઈક ચાલકે તેમને કહ્યું હતું કે, ગાડીની નીચે કંઇક ફસાયેલું છે. જેથી તેમને ગાડી આગળ પાર્ક કરી જોતા ગાડીમાંથી ઓઇલ ટપકતું હતું. જેથી બોનેટ ખોલી તપાસ કરતા કઈ ખામી જોવા મળી ના હતી. ગાડીનું બોનેટ્ બંધ કરી તેઓ ગાડીમાં બેસવા માટે જતા હતા. તે દરમિયાન જોયું તો ગાડીની ડેકી ખુલ્લી હતી.
આ પણ જુઓ -
ગાડીની ડેકીમાં તપાસ કરતા તેમના શેઠની બેગ અને ફરિયાદીનું પર્સ ગાયબ હતું. જેમાં લેપટોપ, બેંક ઓફ ઇન્ડિયન બેંકની ચેક બૂક નંગ ૪, કોટક બેંકની ચેક બૂક નંગ ૩, એક્સિસ બેંકની અને એસબીઆઇની ચેક બૂક નંગ ૧ અને ૮૦૦ રૂપિયા રોકડા હતા તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ હતું.
મહત્વનાં સમાચાર : ગુજરાતમાંથી 28 સપ્ટેમ્બરથી વરસાદ લેશે વિદાય