Khambhat: ખંભાતના શક્કરપુરામાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એકનું મોત, પોલીસનો કાફલો ખડકી દેવાયો
Khambhat: ખંભાતના શક્કરપુરામાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એકનું મોત, પોલીસનો કાફલો ખડકી દેવાયો
ખંભાતમાં ટાવર બજાર ખાતે 7થી 8 દુકાનોમાં આગ લગાવવામાં આવી છે.
શક્કરપુરા ગ્રામ પંચાયતની વાત કરીએ તો અહીં પટેલ સમાજ અને દલિતોની વસ્તી છે સાથે જ મોટી સંખ્યામાં લધુમતી સમાજના લોકો પણ રહે છે. આજે અહીં લઘુમતી સમાજના લોકોના વિસ્તારમાંથી રામનવમીની શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો
આજે રામનવમી (Ramnavami)ના પાવનપર્વે ખંભાતના આણંદ (Anand)ના શક્કરપુરા (shakkarpura)માં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. ખંભાતના શક્કરપુરામાં રામનવમીની શોભાયાત્રા નીકળી હતી ત્યારે બે જુથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેના પગલે ખંભાતમાં ટાવર બજાર ખાતે 7થી 8 દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી, જેને પગલે પરિસ્થિતિને કાબુમાં લેવા SP, ASP જિલ્લા LCB, SOGની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી છે. અહીં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એક આધેડનું મૃત્યુ થયું છે.
શક્કરપુરા ગ્રામ પંચાયતની વાત કરીએ તો અહીં પટેલ સમાજ અને દલિતોની વસ્તી છે સાથે જ મોટી સંખ્યામાં લધુમતી સમાજના લોકો પણ રહે છે. આજે અહીં લઘુમતી સમાજના લોકોના વિસ્તારમાંથી રામનવમીની શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો અને જેના કારણે શોભાયાત્રામાં ભગદડ મચી જવા પામી હતી. ખંભાતમાં ટાવર બજાર ખાતે 7થી 8 દુકાનોમાં આગ લગાવવામાં આવી છે. આ તબક્કે ખંભાતમાં પરિસ્થિતિ કાબુ બહાર જવાની શક્યતાઓ જણાઈ રહી છે.
શક્કરપુરાની શોભાયાત્રામાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઇ હતી કે, રથયાત્રામાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ ખંભાત ટાઉન પોલીસને થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટોળાને વેરવિખેર કરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. આ ઘટનાને લઇ આણંદ એસપી પણ એક્શનમાં આવી ગયા છે કારણ કે શક્કરપુરાની આસપાસ પણ ઘણા સંવેદનશીલ વિસ્તારો છે. માટે પોલીસે તાબડતોડ પોલીસ અને આર્મીને ઘટનાસ્થળે ખડકી દીધી છે.
આણંદના ખંભાતમાં સક્કરપુરા વિસ્તારમાં પથ્થરમારો થતા કોમી વાતાવરણ ડોહડાયું છે. જોકે પોલીસે પણ કડકાઈથી કામગીરી હાથ ધરી છે. આ બનાવની અસર જિલ્લામાં અન્ય શોભાયાત્રા ઉપર ન પડે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને તકેદારીની સૂચના અને તાકીદ કરવામાં આવી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર