આણંદ : ધો.9ની વિદ્યાર્થિનીની પાણીની બોટલમાં કોઇકે એસિડ ભેળવ્યું અને...

આણંદ પાસે આવેલા વિદ્યાનગરની શાળામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

News18 Gujarati
Updated: August 9, 2019, 11:28 AM IST
આણંદ : ધો.9ની વિદ્યાર્થિનીની પાણીની બોટલમાં કોઇકે એસિડ ભેળવ્યું અને...
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 9, 2019, 11:28 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : આણંદ પાસે આવેલા વિદ્યાનગરની શાળામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાનગરની એક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી કિશોરીની બોટલમાં કોઇએ એસિડ ભેળવી દીધું હતું. જેના કારણે તે બોટલમાં પાણી પીવાથી તેનું હોઠ તથા મોં બળી ગયું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે આણંદ પાસેના વિદ્યાનગરમાં પાણીની બોટલમાં એસિડ ભેળવવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાનગર ખાતે આવેલી એક સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની પીવાના પાણીની બોટલમાં એસિડ ભેળવવમાં આવ્યું હતું. અજાણતા વિદ્યાર્થીનીએ પાણી પીવા જતા હોઠ દાઝી ગયા હતાં.

આ પણ વાંચો : સુરત : ગુપ્તભાગે રૂ.19 લાખનું સોનું છૂપાવીને લાવતા યુવકની એરપોર્ટ પરથી ધરપકડ

આ અંગે તેણે સ્કુલનાં શિક્ષક અને આચાર્યને જાણ કરી હતી. તેમજ વિદ્યાર્થીનીએ તેના માતા-પિતાને પણ જાણ કરતા તેના માતા-પિતા સ્કુલમાં દોડી આવ્યા હતા. જે બાદ વિદ્યાનગર પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદનાં આધારે વિદ્યાનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
First published: August 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...