આણંદ : 50 લાખ રૂપિયાની લાંચ લેતા આરઆર સેલનો કૉન્સ્ટેબલ ઝડપાયો, 31stની રાતે ACBનો સપાટો

આણંદ : 50 લાખ રૂપિયાની લાંચ લેતા આરઆર સેલનો કૉન્સ્ટેબલ ઝડપાયો, 31stની રાતે ACBનો સપાટો
ઝડપાયેલા કૉન્સ્ટેબલે 50 લાખની લાંચ ઉપરી અધિકારીઓ માટે લીધી હોવાનું અનુમાન

60 લાખ રૂપિયાની માંગી હતી લાંચ, સામે 50 લાખ રૂપિયામાં સેટિંગ કર્યાની વિગતો સામે આવી. લાંચ રૂશ્વત વિરોધી દળનો સપાટો

 • Share this:
  આણંદ : આણંદ જિલ્લામાં એસીબીએ (Anand ACB Trap) વર્ષની સૌથી મોટી ટ્રેપ ગોઠવી અને એક લાંચિયા કૉન્સ્ટેબલને (Constable Caugth) રૂપિયા 50 લાખની લાંચના કેસમાં (Bribe of 50 lakhs) લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આણંદ લાંચ રૂશ્વત વિરોી દળની કચેરી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં અમદાવાદ આરઆરસેલનો હેડ કૉન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપાયો છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર એસીબીએ આરઆર સેલના કૉન્સ્ટેબલ પ્રકાશસિંહ રાવલની ધરપકડ કરી છે. આ કૉન્સ્ટેબલે રૂુપિયા 60 લાખની લાંચ સામે 50 લાખમાં સેટલમેન્ટ કર્યુ હતું. જોકે, ઝડપાયેલો કૉન્સ્ટેબલ પોતાના માટે કે ઉપરી અધિકારી માટે લાંચ માંગવા આવ્યો હોય તે તપાસમાં જાણવા મળશે પરંતુ આ દરોડાએ 31stની રાતે હાહાકાર મચાવી દીધો છે.  આ પણ વાંચો : સુરત : 'મેડમ અબ આપકે બદન પે એક ભી કપડા નહીં હોગા,' વરાછાનો યુવક પહોંચી ગયો 'જેલમાં', કરી શરમજનક કરતૂત

  રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી અભિયાનને વેગ આપવા માટે સતત શાખા દ્નારા ફરિયાદોના નીકાલ માટે કામ કરવામાં આવી રહ્યુ ંછે. તેવામાં આ છટકામાં ઝડપાયેલો કૉન્સ્ટેબલ ખાતર કૌભાંડમાં ફસાયેલા કોઈ વ્યક્તિને આરોપી તરીકે ન બતાવવા માટે લાંચ લેતા ઝડરપાયો છે. આ ઓપરેશનમાં આણંદ, અમદાવાદ, ખેડા એસીબીની ટીમ જોતરાઈ હતી અને વિદ્યાનગર ખાતેથી કૉન્સ્ટેબલને ઝડપી પાડવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

  રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી ઝૂંબેશના ભાગ રૂપે એસબીએ ગત વર્ષે જ પોતાની ટીમમાં નવા ઇન્સ્પેક્ટરોની ભરતી કરી હતી ત્યારે આ લાંચિયા અધિકારીઓ અને તેમના વહિવટદારો પર તવાઈ બોલી છે. દરમિયાન જાણકારોના મતે એસીબીની આ કાર્યવાહી વર્ષ 2020નો સૌથી મોટો લાંચ કેસ તરીકે ઊભરી આવે તો પણ નવાઈ નહી.

  આ પણ વાંચો :   અમદાવાદ : 31stની રાત્રે ઊઘરાણી માટે ખેલાયો ખૂની ખેલ, 6 રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની કરાઈ હત્યા

  વર્ષ 2020માં રાજ્યના અનેક શહેરોમાં સરકારી વિભાગોમાં લાંચ માંગતા ઇસમો અને અધિકારીઓ સામે એસીબીએ સપાટો બોલાવ્યો હતો ત્યારે ચરોતરની આ કાર્યવાહી સાથે એસીબીએ વર્ષ 2020નું સમાપન કર્યુ છે. જોકે, વર્ષ 2021માં પણ એસીબી સપાટો બોલાવવાનું યથાવત રાખશે તેમાં બે મત નથી.
  Published by:Jay Mishra
  First published:January 01, 2021, 11:45 am

  ટૉપ ન્યૂઝ