કૃષિ વૈજ્ઞાનિકોએ વધુ ઉત્પાદન આપતી 'પોપકોર્ન' મકાઇની જાત વિકસાવી

News18 Gujarati
Updated: May 7, 2019, 12:39 PM IST
કૃષિ વૈજ્ઞાનિકોએ વધુ ઉત્પાદન આપતી 'પોપકોર્ન' મકાઇની જાત વિકસાવી
કૃષિ વૈજ્ઞાનિકોએ વિકસાવેલી પોપકોર્ન વેરાયટી.

કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ગુજરાતનાં ખેડૂતોને આ પોપકોર્ન વેરાયટીનું બિયારણ આવતા વર્ષથી ઉપલબ્ધ થશે.

  • Share this:
વિજયસિંહ પરમાર

આણંદ: મકાઇ પકવતા ખેડૂતો માટે આનંદનાં સમાચાર છે. આંણદ કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ મકાઇની પોપકોર્ન જાત વિકસાવી છે. આ નવી હાયબ્રિડ જાત વધુ ઉત્પાદન આપે છે અને ડોડાનાં દાણા પણ વધુ મોટા અને સારા હોય છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર ડો. એન.સી.પટેલે ન્યુઝ18 ગુજરાતીને જણાવ્યું કે, આ નવી હાઇબ્રિડ જાતને ગુજરાત આણંદ પોપકોર્ટન હાયબ્રિડ 21 અથવા મહાશ્વેતા નામ આપવામાં આવ્યું છે. એપ્રિલ મહિનામાં આસામમાં યોજાયેલી વેરાયટી આઇન્ડેન્ટિફિકેશન કમિટિની મિંટિંગમાં આ જાતને દેશનાં વિવિધ ભાગોમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવી હતી. આ નવી જાતને ખરીફ સિઝનમાં ધોળી, રાંચી, ભુવનેશ્વર, વારાણસી, સબૌર, કોરાપુત, મઝહાન, મદિનાપુર, નરેન્દ્રપુર. શ્રીનિકેતન, લુધિયાણા, કર્નાલ, દિલ્હી, પતંનગર, અલીગઢ, કપુરથલા, ગુરદાસપુર, મંધ્ય, કરિમનગર, હૈદરાબાદ, કોઇમ્બતૂર, કોલ્હાપુર, પેદાપુરમ, ધારવાડ, સિમોગા, ધુલે, પરભાની, નાસિક અને રાહુરી વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે,”.

કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, દિવસે અને દિવસે પોપકોર્નની ડિમાન્ડ વધી છે. પણ ખેડૂતોમાં મકાઇની સારી જાત અને નવી ટેકનોલોજીની જાણકારીનો અભાવ જોવા મળે છે. ગુજરાતમાં રવિ સિઝનમાં કેટલાક ખેડૂતો અંબર પોપકોર્ટ (કોમ્પોઝિટ) જાતનું વાવેતર કરે છે પણ તેની ઉત્પાદક્તા ઓછી છે. આથી, પોપકોર્ટ માટે નવી જાત વિકસાવવાની જરૂરિયાત હતી. છેલ્લા પાંચ-છ વર્ષથી આંણદ કૃષિ યુનિવર્સિટી તાબા હેઠળનાં મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર (ગોધરા)નાં વૈજ્ઞાનિકો આ માટે મહેનત કરી રહ્યા હતા.

મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર (ગોધરા)નાં એસોસિયએટ રિસર્સ સાયન્ટિસ્ટ અને હેડ ડો. એમ.બી. પટેલે જણાવ્યું કે, નવી હાયબ્રિટ જાત પ્રતિ હેક્ટર 3669 કિલો ગ્રામ ઉતારો આપે છે. અંબર પોપકોર્ન વેરાયટી કરતા આ હાયબ્રિડ જાતનાં 53.96 ટકા દાણા વધુ હોય છે. મકાઇનાં જાતમાં 92 ટકા પોપીંગ છે. આ ઉપરાંત, કુરવુલેરિ. લીફ સ્પોટ, પુકિના રસ્ટ અને સ્ટેમ બોરર જેવા રોગો સામે ટકી શકે છે,”.

“પોપકોર્નની આ જાત માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેઇઝ રિસર્ચ (લુધીયાણા, પંજાબ) નાં દેશભરમાં આવેલા અલગ-અલગ સ્ટેશનો પર ટ્રાયલ કરવામાં આવ્યા હતા તેમાં આ સંસ્થાનાં ડાયરેક્ટર ડો. સુજય રક્ષિતે ઘણો સહકાર આપ્યો હતો. મકાઇ લોકો પણ ખાય છે અને પશુ આહાર તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. સિનેમા ઘરો, મોલમાં પોપકોર્ન વેચાણનું પ્રમાણ જોવા મળે છે. આરોગ્ય માટે સભાન લોકો પણ પોપકોર્ન ખાય છે. તેના ઘણા લાભો પણ છે,’’ ડો. એમ.બી. પટેલે વધુમાં જણાવ્યું.
Loading...

કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ગુજરાતનાં ખેડૂતોને આ પોપકોર્ન વેરાયટીનું બિયારણ આવતા વર્ષથી ઉપલબ્ધ થશે.

આ નવી વેરાયટી રિલિઝ કરવામાં આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનકો ડો. કે.એચ. પટેલ, વિજય પટેલ, કે.ડી. કથિરીયા (ડાયરેક્ટર, રિસર્ચ), પી.કે.પરમાર વગેરેને મહત્વની ભૂમિકા ભજવી હતી.
First published: May 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com