Home /News /madhya-gujarat /

આણંદ: ભરતસિંહ સોલંકીની હાર, ભાજપનાં મિતેષ પટેલની જીત

આણંદ: ભરતસિંહ સોલંકીની હાર, ભાજપનાં મિતેષ પટેલની જીત

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની કારમી હાર, ભાજપનાં મિતેષ પટેલની જીત

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની કારમી હાર, ભાજપનાં મિતેષ પટેલની જીત

    ન્યૂઝ18 ગુજરાતી:  આણંદમાં બેલેટ પેપરથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. શરૂઆતી વલણ મુજબ હાલમાં ભાજપનાં મિતેશ પટેલ આગળ છે જ્યારે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા  ભરત સિંહ સોલંકી હાલમાં 70,000થી વધુ મતોથી પાછળ ચાલી રહ્યાં હતાં. આ સાથે જ ભરત સિંહ સોલંકીની હાર થઇ ગઇ છે અને ભાજપનાં મિતેષ પટેલની જીત થઇ ગઇ છે.

    આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ભરતસિંહ સોલંકી અને ભાજપનાં મિતેષ પટેલ વચ્ચે જંગ જામશે. આ બેઠક પર ભાજપે નો-રિપીટ થિયરી અપનાવીને ઉદ્યોગપતિ મિતેશ પટેલને ટિકિટ આપીને દિલીપ પટેલનું પત્તું કાપી નાખ્યુ હતું. જે બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આણંદ તાલુકાના વાસદ ગામના વતની મિતેશભાઈ પટેલ ઉદ્યોગપતિ છે અને કેટલાક વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે. જોકે તેમણે અત્યાર સુધી વિધાનસભા કે લોકસભાની એકપણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નથી. કોંગ્રેસના મજબૂત ઉમેદવાર એવા ભરતસિંહ સામે ભાજપે જાહેર કરેલા નવા નિશાળીયા ગણાતા ઉદ્યોગપતિ મિતેશ પટેલ (બકાભાઈ) કેટલી ટક્કર આપે છે તે થોડા સમયમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે.



    ઉલ્લેખનીય છે કે, આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનો વર્ષોથી દબદબો રહ્યો છે. આણંદ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા બેઠક પૈકી 5 પર કોંગ્રેસનાં ધારાસભ્યો ચૂંટાયેલા છે જ્યારે બે પર ભાજપનાં; સાથે સાથે જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ પાસે છે અને 8માંથી 6 તાલુકા પંચાયત પણ કોંગ્રેસ પાસે છે. આમ જો 2017ની ચૂંટણીનાં પરિણામ જોવા જઈએ તો કોંગ્રેસનું પલડું ભારે છે. ભરતસિંહ સોલંકી જૂનો ચહેરો છે બીજી તરફ ભાજપ પાસે નવો ચહેરો છે. હવે જનતાની પસંદગી કોના પર જાય છે તે તો આવનારો સમય જ કહેશે.

    ભાજપનાં ઉમેદવાર જેઓ નવાં છે તેમનાં ભણતરની વાત કરીએ તો, તેઓ એન્જિનિયર છે અને તેમની પાસે 7.69 કરોડ રૂપિયાની મિલકત છે જ્યારે કોંગ્રેસનાં ભરતસિંહ સોલંકી પણ એન્જિનિયર છે અને તેમની મિલકત 5.26 કરોડ રૂપિયા છે.

    વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ:
    દિલીપ પટેલનો વિવાદિત ઇતિહાસ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ ક્ષેત્રના વિકાસ માટેની ઉદાસીનતા લોકોને ખૂંચી રહી છે.

    કોની વચ્ચે છે જંગ?
    કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી અને ભાજપના ઉદ્યોગપતિ પાટીદાર નેતા મિતેષ પટેલ ઉર્ફ બકાભાઈ વચ્ચે આ રાજકીય લડાઈ જામશે

    અનુમાન
     દિલીપ પટેલના સમર્થકોની નારાજગી વચ્ચે જો કોંગ્રેસ ક્ષત્રિય મતદારોને એકજુથ કરી શકવામાં સફળ રહે તો આ બેઠક ઉપર કોંગ્રેસને ફાયદો થઇ શકે તેમ છે. જો કે 10 એપ્રિલે આ સમીકરણોને લઈને જ વડાપ્રધાન મોદી અહીંના વલ્લભ વિદ્યાનગર ખાતેથી ચૂંટણી સભાને સંબોધવાના છે, જે બાબત ઘણી સૂચક છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aanand Seat, Bharat Singh Solanki, Bjp gujarat, Congress Gujarat, Lok sabha election 2019, Loss, Mitesh Patel, Verdict2019WithNews18, Win

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन