ચરોતર યુનિ. ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે 8મો પદવીદાન સમારોહ યોજાયો

૩૪ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અને ૧૯૯૫ વિદ્યાર્થીઓને પદવીઓં એનાયત કરવામાં આવી

News18 Gujarati
Updated: January 12, 2019, 9:19 PM IST
ચરોતર યુનિ. ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે 8મો પદવીદાન સમારોહ યોજાયો
ફાઈલ ફોટો
News18 Gujarati
Updated: January 12, 2019, 9:19 PM IST
ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ખાતે આઠમો પદવીદાન સમારોહ યુનિવર્સીટીના પ્રાંગણમાં યોજાયો. આ સમારોહના મુખ્ય અતિથી તરીકે વિશ્વવિખ્યાત પોખરણ ખાતે સફળ પરમાણું પરીક્ષણના શિલ્પી એવા ‘ન્યુક્લીઅર મેન’ પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી ડો. આર. ચિદમ્બરમે ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપ્યુ.

અર્વાચીન અને પ્રાચીન વૈદિક પરંપરા સાથે ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો આઠમા પદવીદાન સમારોહમા યુનિવર્સીટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ એમ. પટેલના અધ્યક્ષ સ્થાને ૩૪ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અને ૧૯૯૫ વિદ્યાર્થીઓને પદવીઓં એનાયત કરવામાં આવી. આ સાથે વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ૩ ગોલ્ડમેડલ સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અહીં. સ્કોલરોને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવાની પરંપરા રહેલ છે, ત્યારે ચારૂસેટ ખાતે પદવીદાન સમારોહમાં શુદ્ધ સુવર્ણના ચંદ્રક આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોષીની આગેવાની હેઠળ દીક્ષાંત શોભા યાત્રામા મુખ્ય અતિથિ ડો. આર. ચિદમ્બરમે, ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ તેમજ સમારોહ અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોષી, કેળવણી મંડળના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીનભાઈ પટેલ, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી સુવર્ણચંદ્રક ધારકો અને પી. એચ. ડી. પદવી ધારકો જોડાયા હતા.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...