અમદાવાદઃ ચાલુ ગાડીમાં દારૂની પાર્ટી કરતા ચાર નબીરાઓને ઝોન-2ના DCPએ પકડ્યા

News18 Gujarati
Updated: October 11, 2019, 11:30 PM IST
અમદાવાદઃ ચાલુ ગાડીમાં દારૂની પાર્ટી કરતા ચાર નબીરાઓને ઝોન-2ના DCPએ પકડ્યા
સાબરમતી પોલીસ સ્ટેશનની તસવીર

સાબરમતી પાવર હાઉસથી આગળ BRTS રોડ પર DCPની ગાડી પસાર થતી હતી. ત્યારે બાજુમાં એક સ્વીફ્ટ ગાડીમાં કેટલાક યુવાનોના હાથમાં ગ્લાસ જોવા મળ્યા હતા.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદ: સામાન્ય રીતે ઘરમાં બેસીને દારૂ પીતા (Liqour party) હોવાની પોલીસને (police) બાતમી મળે છે અને પોલીસ રેડ કરી અને પકડે છે. પરંતુ ચાલુ ગાડીમાં પોલીસનું ધ્યાન જાય અને પોલીસ તેઓને ઝડપી પાડે તેવું ક્યારેક જ બન્યું હશે. સાબરમતી મ્યુનિસિપલ સ્નાનગાર (Sabarmati Municipal Swimming pool)પાસે ચાલુ ગાડીમાં દારૂ પીતા યુવકોને ઝોન 2 ડીસીપી (DCP)ધર્મેન્દ્ર શર્માએ ઝડપી અને સાબરમતી પોલીસને સોંપ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છારાનગરમાં પોલીસ પર હુમલાનો બનાવ બન્યો હોવાની જાણ ઝોન 2 ડીસીપી ધર્મેન્દ્ર શર્માને થતાં તેઓ સાબરમતી જવા નીકળ્યા હતા. સાબરમતી પાવર હાઉસથી (Power House) આગળ BRTS રોડ પર તેમની ગાડી પસાર થતી હતી. ત્યારે બાજુમાં એક સ્વીફ્ટ ગાડીમાં કેટલાક યુવાનોના હાથમાં ગ્લાસ જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ-જામનગરઃ પોલીસ કર્મચારી ઉપર સસરાએ છરી વડે કર્યો જીવલેણ હુમલો

ડીસીપી શર્માને હાથમાં ગ્લાસ હોવાની શંકા ગઈ હતી. જેથી તેઓએ તાત્કાલિક તેમની ગાડીના ડ્રાઈવરને સ્વીફ્ટ ગાડીને કોર્ડન કરવા કહ્યું હતું. ગાડી રોકાવી સાબરમતી પોલીસની ગાડીઓ બોલાવી હતી. પોલીસે અંદર તપાસ કરતા ચાર યુવકો મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ-દશેરાના દિવસે RTO કચેરીની બધી જ કામગીરી બંધ રહશે

પોલીસને એક દારૂની બોટલ પણ મળી આવી હતી. ડીસીપીએ તાત્કાલિક કેસ કરવા માટે સૂચના આપી હતી. સાબરમતી પોલીસ ચારેયને પકડી પોલીસ સ્ટેશન લાવી તેમની સામે કાર્યવાહી કરી હતી.આ પણ વાંચોઃ-વૃષ્ટિ-શિવમના ગુમ થવાનો મામલો: પોલીસે આખી સાબરમતી નદી ફેંદી મારી

હાલમાં પોલીસએ આ ચારેય યુવાનોમાંથી કોણે કોણે દારૂનું સેવન કર્યું છે તે અંગે તેમના મૅડીકલ ટેસ્ટ (Medical test)કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ચાલુ કારમાં દારૂ પીતા ચાર યુવકો કોણ છે એ અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
First published: October 5, 2019, 9:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading