અમદાવાદ: GISFની ભરતી માટે ગુજરાતમાંથી ઉમટી પડ્યા યુવાનો, પડ્યો ધરમ ધક્કો


Updated: January 28, 2020, 6:37 PM IST
અમદાવાદ: GISFની ભરતી માટે ગુજરાતમાંથી ઉમટી પડ્યા યુવાનો, પડ્યો ધરમ ધક્કો
GISFની ભરતી માટે આવી પહોંચેલા યુવાનો

સોશિયલ મીડિયામાં ફરતી પીડીએફ વાંચીને પરીક્ષા આપવા પહોંચી ગયા હતા. સવારથી ભૂખ્યા બહુમાળી ભવન બેસી રહ્યા હતા

  • Share this:
અમદાવાદ: અમદાવાદના અસારવા બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. જોકે આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સમા ભરતી છે તેવો મેસેજ સોસિયલ મિડિયામાં ફરતો થયો હતો. જેને લઈ વહેલી સવારથી ગુજરાત ભરમાંથી યુવાનો ઉમટી પડ્યા હતા. યુવાનોને આશા હતી કે, તેને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ નોકરી મળી જશે. પરંતુ સેન્ટર ઉપર પહોચયા હતા. પરંતુ ત્યાર બાદ પરિક્ષા કે ભરતી માટેની કોઈ કાર્યવાહી થવાની નથી તેવી જાણ થતા વિદ્યાર્થીઓમા નિરાશા અને રોષ જોવા મળ્યો. સવારથી આવેલા વિદ્યાર્થીઓની પરિક્ષા ન લેવાતા વિદ્યાર્થીઓ રોષ ભરાયા અને સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા.

વિદ્યાર્થીઓએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "GISF ની ભરતી પ્રક્રિયા આજે છે, અને પરીક્ષા આપવા માટે સવારથી આવ્યા છીએ. જોકે GISFની ભરતી પ્રક્રિયાને લઈ કોર્ટે સ્ટે આપ્યો છે. જેના કારણે ભરતી પ્રક્રિયા બંધ છે." પરંતુ આજે જે યુવાનો આવ્યા હતા. તે સોશિયલ મીડિયામાં ફરતી પીડીએફ વાંચીને પરીક્ષા આપવા પહોંચી ગયા હતા. સવારથી ભૂખ્યા બહુમાળી ભવન બેસી રહ્યા હતા, અને પરીક્ષા લેવાય તેવી માંગ કરી રહ્યા છે. જોકે આ મામલે યુવાનોના રોષને જોઈને પોલીસ બોલાવી લીધી હતી, આખરે મામલો થાળે પડ્યો હતો.

તમને જણાવી દઈએ કે, યુવાનોની આશા પર પાણી ફરી વળ્યું, અને સોસિયલ મીડિયાના કારણે મોટી સંખ્યામાં યુવાનો હેરાન થયા. મોટાભાગે સરકારી ભરતી પ્રક્રિયાની જાહેરાત જે તે વિભાગની વેબસાઇટ અથવા તો ઓજસ પર આવતી હોય છે. એટલે સોસિયલ મીડિયા પર ફરતી ભરતીની જાહેરાતોમાં વિશ્વાસ કરવો ન જોઈએ.
First published: January 28, 2020
વધુ વાંચો
अगली ख़बर