અમદાવાદ : વર્ષ 2020ના છેલ્લા દિવસે અમદાવાદમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાલમાં3 રાઉન્ડ ફાયરિંગ કરી એક યુવકની હત્યાની કરવામાં આવી છે. કર્ણાવતી બંગ્લોઝ પાસે આવેલા રાધે મોલ નજીક આ ઘટના ઘટી છે.
31મી ડિસેમ્બરના દિવસેની રાત્રે બધા નવા વર્ષને વધાવવા આતુર છે. ત્યારે બીજી તરફ વર્ષના અંતિમ દિવસે અમદાવાદામાં ખુની ખેલ ખેલાયો છે. વસ્ત્રાલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક મોત થયું છે. હત્યા કરાયા બાદ હત્યારો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. આ મામલે રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:December 31, 2020, 23:06 pm