અમદાવાદ : પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં અટકાયત કરાયેલ યુવકે આપઘાત કર્યો

News18 Gujarati
Updated: February 25, 2020, 8:37 AM IST
અમદાવાદ : પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં અટકાયત કરાયેલ યુવકે આપઘાત કર્યો
મૃતક યુવકની ફાઇલ તસવીર અને લોકઅપનાં સીસીટીવી ફીટેજ.

આ કસ્ટોડિયલ ડેથને કારણે યુવાનનાં પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. 

  • Share this:
અમદાવાદ : શહેરનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલ યુવાને ગઇકાલે રાતે સવા દસ કલાકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. આ યુવાને પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં જ ચાદરથી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. પોલીસને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. આ કસ્ટોડિયલ ડેથને કારણે યુવાનનાં પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.

મળતી માહિતી પ્રમાણે, પોલીસનાં 100 નંબર પર ફોન આવતા આ યુવાનની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ સીસીટીવીમાં દેખાતા પ્રમાણે, દસ વાગ્યાથી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને જે બાદ તેણે ત્યાં પડેલી ચાદર લોકઅપનાં સળિયા પર બાંધી દીધી હતી. જે દ્વારા તેને આપઘાત કરી લીધો હતો. ત્યારે શંકાની સોય પોલીસ મથકનાં અધિકારીઓ પર જાય છે કે તેમણે કેમ આ યુવાનને આટલો માર માર્યો.

આપઘાત પહેલા સીસીટીવીમાં દેખાતો મૃતક યુવાન


આ પણ વાંચો : સુરતમાં 28 ફેબ્રઆરીએ મેજર પાણી કાપ, મહત્તમ વિસ્તારોને પાણી નહિ મળે

મૃતક યુવકનાં પરિવારે આક્ષેપ કરતા કહ્યું છે કે, 'અમને પોલીસ મથકમાંથી કોઇ સંતોષકારી જવાબ મળતો નથી. આ લોકોએ અમારા છોકરાની કેમ અટકાયત કરી અને તેને લોકઅપમાં કેમ લઇ ગયા તે કાંઇપણ અમને સ્પષ્ટ કહેતા નથી. અમારા છોકરાનાં શરીર પર ઢોર માર માર્યાનાં નિશાન પણ છે. તો પણ પોલીસ પોતાની જવાબદારી સ્વીકારતા નથી. તે લોકોએ જો ધ્યાન આપ્યું હોત તો અમારા છોકરાનો જીવ બચી ગયો હોત. આટલી વાર સુધી તે આપઘાતનો પ્રયાસ કરે છે તો પણ કેમ તેમને કાંઇ જ ખબર નથી પડતી.'

આ વીડિયો પણ જુઓ : 
First published: February 25, 2020, 8:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading