અમદાવાદનાં પોલીસ લોકઅપમાં યુવાનનો આપઘાત, ભાઈએ આપેલું જમવાનું જમી ગળેફાંસો ખાધો


Updated: February 25, 2020, 10:19 AM IST
અમદાવાદનાં પોલીસ લોકઅપમાં યુવાનનો આપઘાત, ભાઈએ આપેલું જમવાનું જમી ગળેફાંસો ખાધો
જીગર રમણભાઈ સોલંકીની ફાઇલ તસવીર

સૂત્રોનું માનીએ તો, આ જીગર તેની ચાલીમાં રહેતી એક છોકરીનાં ઘર સામે રિક્ષામાં બેસી રહેતો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરનું કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. અગાઉ ઝાડ સાથે બાંધી યુવકને માર મારવામાં વિવાદ ચાલ્યો હતો ત્યારે હવે એક યુવકે લોકઅપમાં આપઘાત કર્યો છે. બોલાચાલીની અરજીમાં તેને 151 મુજબ લઈ આવી અટકાયત કરી લોકઅપમાં રાખ્યો હતો. તેનો ભાઈ રાત્રે જમવાનું પણ આપી ગયો હતો અને તે જમ્યા બાદ જીગર રમણભાઈ સોલંકી ચાદર વડે આપઘાત કરી લીધો હતો.


જીગર નામનો યુવક હીરાભાઈની ચાલીમાં રહેતો હતો. તેના વિરુદ્ધ તેના પડોશીએ બોલાચાલી કરી હોવાની અરજી કાગડાપીઠ પોલીસને આપી હતી. જેથી પોલીસે 151 મુજબ અટકાયતી પગલાં લઈ તેને લોકઅપમાં મુક્યો હતો. રાત્રે તેનો ભાઈ તેને જમવાનું પણ આપી ગયો હતો. અને જીગરે તે ખાઈ પણ લીધું હતું. બાદમાં ત્યાં લોકઅપ માં તેણે ચાદર વડે આપઘાત કરવાની કોશિશ કરી હતી. પહેલા તેણે ચાદર વડે પ્રયત્ન કર્યો પણ તેના પગ જમીન પર અડી જતા તેણે ફરી ફનદો બનાવ્યો અને બાદમાં આપઘાત કર્યો હતો. અડધો કલાક સુધી તેણે આ પ્રયત્ન કર્યો તેમ છતાં પોલીસને જાણ થઈ ન હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.કાગદાપીઠ પોલીસસ્ટેશનના પીઆઇ યુ ડી જાડેજાએ જણાવ્યું કે જીગરે તેનો જન્મ વર્ષ 2001 માં થયો હોવાનું જણાવ્યું છે. અને પરિવારે 17 વર્ષ જણાવ્યું છે. હજુ પરિવારે કોઈ જન્મ દાખલો આપ્યો નથી એટલે અમે 19 વર્ષ ઉંમર માનીને બેદરકાર પોલીસકર્મીઓ સામે પગલાં લઈશું. જીગર સામે અરજી હોવાથી સ્ટેશનદાયરીમાં એન્ટ્રી કરીને જ એને અટકાયત બાદ લોકઅપ માં રાખ્યો હતો.

અમારા છોકરાને માર્યો છે: પરિવારજનો


જીગરના પરિવારનું કહેવું છે કે તેને કેમ પોલીસ ઉઠાવી લાવી, તેની સામે કોને ફરિયાદ કરી, કેવી રીતે આ બનાવ બન્યો તે બાબતે પોલીસે કોઈ જવાબ આપ્યો નથી. તેના શરીર પર પોલીસે માર માર્યો હોવાના નિશાન છે. જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી લાશ નહિ લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
સીસીટીવી હાજર પોલીસે કેમ ન જોયા?


પોલીસ લોકઅપની સામે જ PSO બેસતા હોય છે જ્યાં ઓછામાં ઓછા બે પોલીસકર્મીઓ 24 કલાક હાજર હોય છે. પણ આ જૂનું પોલીસસ્ટેશન હોવાથી લોકઅપ પાછળ આવેલું છે. જ્યાં પોલીસ હોતી નથી. ત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે કે લોકઅપમાં આરોપી ચાદર લઈ અને ગળાફાંસો ખાય છે ત્યાં સુધી તેમનું ધ્યાન કેમ ન ગયું. સીસીટીવી કેમેરા લોકઅપમાં 24 કલાક ચાલુ હોય તો કેમેરામાં આરોપીની ચહલપહલ કેમ શંકાસ્પદ ન લાગી ? આમ પોલીસ ત્યાં હાજર હતી કે કેમ તેના પર સવાલ ઉભા થઇ રહ્યાં છે.


પ્રેમ પ્રકરણનાં કારણે આપઘાત?


બીજીતરફ સૂત્રોનું માનીએ તો આ જીગર તેની ચાલીમાં રહેતી એક છોકરીના ઘર સામે રિક્ષામાં બેસી રહેતો હતો. અને છોકરીના પરિવારને ન ગમતા બોલાચાલી થતી હતી અને તે બાબતે અરજી પોલીસને આપી હતી. પોલીસનું માનવું છે કે પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કર્યો હોય શકે બાકી અન્ય કોઈ કારણ હોઈ શકે. તેના શરીર પર લોહી જામેલાના ડાઘ હોવાનું લાગી રહ્યું છે પોલીસના મારના આવા નિશાન હોવાનું હાલ લાગતું નથી.
આ વીડિયો પણ જુઓ : 

First published: February 25, 2020, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading