Home /News /madhya-gujarat /

અમદાવાદ: જન્માષ્ટમીની રાત્રે જ થઇ યુવકની હત્યા, અજ્જુ અને શૂટરે છરીના ઉપરાઉપરી છ ઘા માર્યા

અમદાવાદ: જન્માષ્ટમીની રાત્રે જ થઇ યુવકની હત્યા, અજ્જુ અને શૂટરે છરીના ઉપરાઉપરી છ ઘા માર્યા

રામોલ પોલીસ સ્ટેશન

Ahmedabad crime news: પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ, ગુનાહિત ઇતિહાસ ધરાવતા બે લોકોએ બોગસગીરી કરવા મામલે યુવકને પતાવી દીધો

અમદાવાદ: શહેરના (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો યુવક જન્માષ્ટમીની (murder on janmashtami night) રાત્રે મિત્રો સાથે ચા પીવા ગયો હતો. તે પહેલા જ ત્યાં અજ્જુ અને શૂટર નામના બે લોકો આવ્યા અને 'બોગસગીરી કેમ કરે છે' તેમ કહી તેને છરીઓના ઘા મારી રહેંસી નાખ્યો હતો. સમગ્ર મામલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના રામરાજ્ય નગરમાં રહેતો નિખિલેશ નામનો યુવક મજૂરી કામ કરતો હતો અને તેના માતા પિતા સાથે રહેતો હતો. પાંચેક દિવસ પહેલા નિખિલેશે તેની માતા ને જણાવ્યું હતું કે, અજય ઉર્ફે અજ્જુ અને સાગર ઉર્ફે શૂટર નામના બે લોકો પોલીસમાં તેના નામની બોગસગીરી કરતા હોવાથી બોલાચાલી થઈ હતી અને અગાઉ ત્રણેકવાર પણ બબાલ થઈ હતી. જેથી આ બંને તેને મારી નાંખવાની ધમકીઓ આપતા હતા. તેથી નિખિલેશની માતાએ કોઈ સાથે ઝગડો ન કરી શાંતિથી નોકરી કરવાની સલાહ આપી હતી. નિખિલેશના માતા ત્રણેક દિવસ પહેલા ઘરની બહાર કચરો નાખવા ગયા ત્યારે અજ્જુ ત્યાં ઉભો હતો અને તેઓના દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો- જન્માષ્ટમીના દિવસે ચોટીલા દર્શન કરવા જતી સગર્ભાની ડુંગરના પગથિયા પર જ થઇ પ્રસૂતિ, દીકરીને આપ્યો જન્મ

જન્માષ્ટમીની રાત્રે નિખિલેશને કોઈ ફોન આવતા તે ઘરની બહાર નીકળ્યો હતો. બાદમાં તેના કોઈ મિત્રએ દોઢેક વાગ્યે તેના ઘરે આવીને જાણ કરી કે નિખિલેશને ઈજાઓ થઈ હોવાથી તેને સિવિલ લઈ ગયા છે. બાદમાં સામે આવ્યું કે, નિખિલેશ તેના મિત્રો સાથે બેઠો હતો અને રામોલ વિસ્તારમાં તે ચા પીવા ગયો હતો. ત્યારે અજય ઉર્ફે અજ્જુનો ફોન આવ્યો અને તે અમરનાથ સોસાયટી પાસે ઉભો છે કહેતા નિખિલેશ ત્યાં ગયો હતો.

આ પણ વાંચો- અમદાવાદ : સગા ભાઈ બહેન કરતા હતા કાળા કામ, બંનેના કામ જાણી તમે પણ ચોંકી જશો

ત્યાં જતા જ અજ્જુ એ, 'તું કેમ અમને બદનામ કરે છે' કહીને તેના સાથીઓ સાથે મળીને તેને છરીઓના ઘા માર્યા હતા. શરીરના અલગ અલગ ભાગે છ જેટલા છરીઓના ઘા વાગતા નિખિલેશને સિવિલ લઈ જવાયો હતો. નિખિલેશના અન્ય મિત્રને પણ ઈજાઓ થઈ હતી. સમગ્ર બાબતે રામોલ પોલીસને જાણ થતા પોલીસે અજય ઉર્ફે અજ્જુ ખટિક અને સાગર ઉર્ફે શૂટર ખટિક નામના બે લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવતા પોલીસે તે બાબતે પણ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ગુનો, હત્યા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन