અમદાવાદમાં વધુ એક હત્યા, બાઈક સ્લીપ થઈ જતાં યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો


Updated: August 5, 2020, 2:49 PM IST
અમદાવાદમાં વધુ એક હત્યા, બાઈક સ્લીપ થઈ જતાં યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
પ્રતીકાત્મક તસવીર

વેજલપુરમાં નજીવી તકરાર માં યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. 

  • Share this:
અમદાવાદ : શહેરમાં સતત બીજે દિવસે હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના અમરાઈવાડી બાદ વેજલપુરમાં નજીવી તકરાર માં યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.

મોહમ્મદ આકિલ નામના યુવાને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, મંગળવાર મોડી સાંજે તે ઘરે હતો તે સમયે તેના મિત્ર મોહમ્મદ સિદ્દીકીનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતુ  કે, તેને બોમ્બે ભાથીયારા સોનલ ચાર રસ્તા પાસે બે લોકો સાથે ઝઘડો થયો છે. એટલે ફરિયાદી તાત્કાલિક ત્યાં પહોંચ્યો હતો. તે સમયે આરોપીઓ મિત્રને  માર મારી રહ્યા હતા. જોકે ફરીયાદી વચ્ચે પાડતા તેને પણ હાથના ભાગે છરીનો ઘા માર્યો હતો. જેથી તેને ઈજા થતાં તે સાઈડમાં જતો રહ્યો હતો.

આ પણ વાંચો - PM મોદીએ પારિજાતનું વૃક્ષ જ કેમ રામ જન્મભૂમિ પરિસરમાં લગાવ્યું? જાણો તેની પાછળના પૌરાણિક કારણો

જ્યારે આરોપી ભાઈઓ મૃતક સિદ્દીકીને ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા. જોકે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતાં બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ફરિયાદીનો ભાઈ ત્યાં આવી પહોંચતા તેણે સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત સિદ્દીકીનું મોત નીપજ્યું હતું.

આ પણ જુઓ - 
ફરિયાદી નું કહેવું છે કે, મૃતકનું બાઈક સ્લીપ થઇ જતાં આરોપીના ભાઈને ટકરાતાં રહી ગઈ હતી. જેને કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - સુશાંત સિંહ રાજપૂત કેસની હવે આગામી સપ્તાહમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટે 3 દિવસમાં મુંબઇ પોલીસ પાસે માંગ્યો રિપોર્ટ
Published by: Kaushal Pancholi
First published: August 5, 2020, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading