Home /News /madhya-gujarat /

અમદાવાદ : 'સેટેલાઇટ આવી જાઓ ત્યાં કાવ્યા મેડમ મળશે,' યુવકને પ્લે-બોય બનવાની લાલચ ભારે પડી

અમદાવાદ : 'સેટેલાઇટ આવી જાઓ ત્યાં કાવ્યા મેડમ મળશે,' યુવકને પ્લે-બોય બનવાની લાલચ ભારે પડી

પ્રતિકાત્મક તસવીર

સાયબર ક્રાઇમ પોલીસસ્ટેશનમાં (Cyber crime Ahmedabad) સાણંદના એક યુવકે અજાણ્યા શખ્શો સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ: સાયબર ક્રાઇમ પોલીસસ્ટેશનમાં (Cyber crime Ahmedabad) સાણંદના એક યુવકે અજાણ્યા શખ્શો સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવકે તાજેતરમાં અખબારમાં પ્લે બોયની (PlayBoy) નોકરી મેળવી પૈસા કમાવો તેવી જાહેરાત વાંચી હતી. અને તેને આ કામમાં રસ પડતા તેણે આપેલા નમ્બર પર ફોન કર્યો હતો. આ કામમાં જોડાવવા માટે ઠગ ટોળકીએ પહેલાં પૈસા ભરવા નું કહી અલગ અલગ બહાને 43,500 રૂ. ભરાવડાવી તેને એક મહિલાને મળવા મોકલ્યો હતો. જ્યાં ના તો મહિલા મળી કે ના તો પૈસા લેનાર વ્યક્તિનો સંપર્ક થયો હતો. જેથી પોતે ઠગાઈનો ભોગ બન્યો હોવાની શંકા જતા પોલીસ ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય સાયબર ક્રાઇમે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ સાબરકાંઠા હિંમતનગરનો 25 વર્ષીય યુવક હાલ સાણંદમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક પોલીસ અધિકારીનો આ યુવક ઉપર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારી સાથે અગાઉ નોકરી મેળવવા બાબતના ન્યૂઝ વાંચીને કોઈ છેતરપીંડી થઈ છે કે કેમ? તેવું પૂછતાં યુવકે સમગ્ર કહાની જણાવી હતી.

આ પણ વાંચો : સુરત : ડીંડોલીમાં પરિવાર સહિત ચાર ઉપર કટરથી જીવલેણ હુમલો, બબાલનો LIVE Video વાયરલ

યુવકે જણાવ્યું કે વર્ષ 2020માં જૂન મહિનામાં તે તેના ઘરે હતો ત્યારે એક ન્યૂઝપેપર વાંચતો હતો. ત્યારે તેમાં પ્લેબોય તરીકેની નોકરી મેળવી 46 હજારનો પગાર મેળવવા બાબતે ની જાહેરાત તેણે વાંચી હતી અને જાહેરાત માં આપેલા નંબર પર તેને ફોન કર્યો હતો. ત્યારે આ નંબર પર ફોન કરતાં કોઈ છોકરા એ ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે જાહેરાત મુજબ નોકરી મેળવવી હોય તો શરૂઆતમાં જોઇનિંગ ફી પેટે 1000 રૂપિયા ભરવાના રહેશે.

યુવકે આ રૂપિયા ભરી દીધા હતા. ત્યારબાદ આ વ્યક્તિનો વારંવાર સંપર્ક કરતા તેણે ફોન ઉપાડ્યો નહોતો ત્યારે આ યુવકે વોટ્સએપ ઉપર મેસેજ કરી જણાવ્યું હતું કે મારો ફોન ઉપાડો અને મારે શું કરવું તે બાબત નો રીપ્લાય આપો.

આ પણ વાંચો :  ખુશખબર! કાલથી સરકાર આપશે સસ્તું સોનું ખરીદવાની તક, 10 ગ્રામના ભાવ થયા નક્કી

જો કે તેમ છતાં પણ સામેવાળા વ્યક્તિ એ આ યુવકને કોઈ જવાબ આપ્યો ન હતો. બાદમાં તેને એક નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તમારું કામ થઈ ગયું છે. તમારે બીજા પૈસા ગોલ્ડ કોઈન તેમજ અન્ય અલગ-અલગ સ્કીમ માટે પેટીએમ નંબર ઉપર ભરવા પડશે.

જેથી આ યુવકે ટૂકડે ટૂકડે 42,500 રૂપિયા ભર્યા હતા. આ તમામ રૂપિયા રિફંડેબલ હોવાનું કહી યુવક પાસેથી મેળવી લીધા હતા. બાદમાં યુવકને ફોન કરી સેટેલાઈટ રોડ ઉપર જવા કહ્યું હતું અને ત્યાં કાવ્યા નામની મેડમ મળશે તેમ જણાવ્યું હતું.

યુવક સેટેલાઇટ પહોંચી ગયો જ્યાં કાવ્યા મેડમની રાહ જોતો હતો અને ફોન કરતા એ ફોન બંધ આવતો હતો. જેથી કાવ્યા મેડમ સાથે સંપર્ક થઇ શકયો ન હતો અને ફોન કરનાર ઠગ યુવકનો પણ ફોન બન્ધ આવતો હતો. જેથી પોતે ઠગાઈનો ભોગ બન્યો હોવાની જાણ થતા આ યુવકે આબરૂ ના જાય તે માટે પોલીસ ફરિયાદ કરી ન હતી.

પરંતુ અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતેથી આ બાબતે ફોન આવતાં યુવકે પોતાની સાથે પ્લેબોય તરીકે નોકરી આપવાની લાલચ એ અજાણ્યા શખ્સોએ 43,500 રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદ : 'હવસખોર ચોકીદાર' રજિસ્ટરમાંથી મેળવતો યુવતીઓનાં નંબર, મોકલતો હતો બીભત્સ સંદેશા

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઘરે બેઠા રૂપિયા કમાવવાની જાહેરાત જોઈને જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરતા યુવકે રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો હતો. બોપલ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા એક યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેને એક ન્યૂઝ પેપરમાં બેરોજગારોને રૂપિયા 20 હજાર કમાવવાની તકની જાહેરાત જોઈને તેણે જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો.

જેમાં ફરિયાદીને રજીસ્ટ્રેશન માટે રૂપિયા 999 ભરવા માટે કહ્યું હતું. જોકે, રૂપિયા ભર્યા બાદ ગઠીયાએ ફરિયાદીનો નંબર બ્લોક કરી દીધો હતો. પરંતુ બીજે દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને  ફરિયાદીએ આઇકન અર્નમની નામની સાઈટની મેમ્બરશિપ લીધેલી છે.

 આ પણ વાંચો : સુરત : કતારગામાં પતિ-પત્નીએ જાહેરમાં શરમજનક કૃત્ય કર્યુ, પોલીસે કરી અટકાયત

જેમાં અમારી પાસે રૂપિયા કમાવવા માટે અલગ-અલગ સ્કીમ છે. જે પૈકી કામાસૂત્રનું ગોલ્ડ પેકેજ લેવા માટે ફરિયાદીને રૂપિયા 15,500 ભરવા માટે કહ્યું હતું. જે બાબતે પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ બને કિસ્સામાં યુવતીને મળવાનું કહેવાયું હતું જે યુવતીનું નામ કાવ્યા આપવામાં આવતું હોવાથી આ બને ગુના એક જ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા હોવાની પ્રબળ શકયતા જોવામાં આવી રહી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad cyber crime, Playboy, અમદાવાદ, ગુજરાતી ન્યૂઝ

આગામી સમાચાર