Ahmedabad News : અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે (Vastrapur Police Ahmedabad) સરકારી અધિકારીની ખોટી ઓળખ આપનારા બે શખ્સોની ધરપકડ (Youth Held for Creating Fake Identity) કરી છે. પકડાયેલ બન્ને શખ્સોની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે ગાંધીનગર ડીજી ઓફિસ માં સીબીઆઈમાં (Fake CBI Officer Arrested in Ahmedabad) કામ કરતા હોવાની ખોટી ઓળખ આપીને ખાનગી ટેલિકોમ કંપની માંથી કોલ ડિટેઇલ મેળવવા (Youth arrested for asking for call Details of sisters Telephone Number) ગયા હતા. પરંતુ ટેલિકોમ કંપનીના નોડલ ઓફીસરને શંકા જતા પોલીસને જાણ કરાઈ અને પોલીસે બંને વ્યક્તિઓને ઝડપી પાડયા હતા.
પોલીસ કસ્ટડીમાં ઊભેલા બંને શખ્સોના નામ છે કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયા. આ બંને આરોપીને વસ્ત્રાપુર પોલીસે સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપવાના ગુનામાં ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સો ખાનગી ખાનગી ટેલિકોમ કંપની માં જઈ કોલ ડિટેઇલ્સ માંગવા માટે ગયા હતા. અને નોડલ ઓફિસર ને જઈને પોતે ડીજી ઓફિસ ગાંધીનગર થી આવ્યા હોવાનું જણાવ્યું હતું.
'સંવેદનશીલ તપાસના બહાને કોલ ડિટેઇલ્સની જરૂરિયાત '
એટલું જ નહીં એક સંવેદનશીલ તપાસના બહાને કોલ ડિટેઇલ્સની જરૂરિયાત હોવાનું કહી પોતે સીબીઆઇ ઓફિસર હોવાની ખોટી ઓળખ પણ આપી અને ઉપરી અધિકારીએ આ ડિટેઇલ્સ માંગવા સારુ મોકલ્યા હોવાનું કહી મનીષ નામના શખ્સ સાથે વાત પણ કરાવી હતી. જોકે બન્નેના આઈ કાર્ડ અને વાતચીત કરવાની રિતભાતમાં નોડેલ ઓફિસરને શંકા જતા બંને વ્યક્તિ બેસાડી રાખ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયાની તાત્કાલિક અટકાયત
એ ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી આકાશ પટેલ એ જણાવ્યું કે વસ્ત્રાપુર પોલીસે નોડલ ઓફિસરની ફરિયાદના આધારે આરોપી કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયાની તાત્કાલિક અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે પ્રાથમિક પૂછપરછ દરમિયાન કેટલીક હકીકત સામે આવી કે આ બંને આરોપીઓ નાની અમથી નોકરી કરી પોતાનું ગુજરાત ચલાવી રહ્યા હતા.
પરંતુ કોલ ડિટેઇલ્સ માંગવા પાછળ તેમનો ઇરાદો શું હતો ? તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે આરોપીની બહેનને કોઈ વ્યક્તિ ફોન કરતા તે નકલી ઓફિસર બની ગયો અને કોલ ડિટેઇલ માંગવા નીકળી પડ્યો હતો. જોકે પોલીસને આરોપીની આ વાત ગળે ન ઉતરતા રિમાન્ડ માંગી વધુ તપાસ શરૂ કરી છે.
હાલમાં પોલીસે આ બંને આરોપીઓ પાસેથી બનાવટી પોલીસના લોગોવાળું આઈ કાર્ડ અને પત્રકાર તરીકેની ઓળખ આપતું આઈકાર્ડ કબ્જે કર્યું છે. જેને પગલે આ બંને વ્યક્તિઓની ઉપર વધુ શંકા ઉપજી રહી છે.
કકોલ ડિટેઇલ્સ મેળવવા સારું ટેલિકોમ કંપનીમાં ગયેલા આ બંને ફરજી અધિકારી બનેલા આરોપીઓનો હેતુ શું હતો ? પરંતુ તપાસના અંતે જ ખ્યાલ આવશે કે આ ગઠિયાઓ શા માટે પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અને બનાવટી આઈ કાર્ડ બનાવ્યા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર