અમદાવાદ: મેમકો બ્રિજ નીચે મંદિર બહાર જ યુવકની હત્યા, લૂંટના ઇરાદે હત્યા થયાની આશંકા


Updated: September 18, 2020, 11:48 AM IST
અમદાવાદ: મેમકો બ્રિજ નીચે મંદિર બહાર જ યુવકની હત્યા, લૂંટના ઇરાદે હત્યા થયાની આશંકા
મંદિરની સામે જ યુવાનની હત્યા.

મેમકો બ્રિજ નીચે અવારનવાર થતી લૂંટનાં પગલે વહેલી પરોઢીયે મંદિરની બહાર યુવકની લૂંટના ઇરાદે જ હત્યા કરવામાં આવી હોવાનું લોકો માની રહ્યા છે.

  • Share this:
અમદાવાદ: શહેરના મેમ્કો બ્રિજ (Memco Bridge) નીચેથી વહેલી સવારે 36 વર્ષીય યુવકની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક ઘણા મહિનાઓથી તેની બહેનના ઘરે આવ્યો હતો તેમજ તેની માનસિક બીમારીની દવા ચાલી રહી હતી. યુવક રાત્રે ઘરેથી બહાર નીકળ્યો હતો અને ત્યાર બાદ વહેલી સવારે તેની લાશ (Dead Body) મળી હતી. સમગ્ર બાબતે પોલીસે અનેક લોકોની અટકાયત કરી તેમાંથી શંકાસ્પદ લાગતા લોકોની પૂછપરછ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં હત્યાની ઘટનાનો ગ્રાફ ઊંચો જતો જાય છે. શહેર કોટડા વિસ્તારના મેમેકો બ્રિજ નીચેથી યુવકની તીક્ષ્ણ હથિયારના બે ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવવાની ઘટનાને પગલે સ્થાનિક પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. મૃતક રામલખનસિંહ ભદોરીયા મૂળ ઉત્તરપ્રદેશનો છે અને છેલ્લા અનેક મહિનાઓથી બાપુનગર ખાતે તેની બહેનના ઘરે રહેતો હતો.

આ પણ વાંચો:  મંદિરના ગાદીપતિની પોલીસને ધમકી, 'ડીસીપીનો લેટર લાવો નહીં તો પટ્ટા ઉતરાવી દઈશ'

યુવક માનસિક અસ્થિર હોવાથી તેની સારવાર ચાલી રહી હતી. મેમકો બ્રિજ નીચે અવારનવાર થતી લૂંટનાં પગલે વહેલી પરોઢીયે મંદિરની બહાર યુવકની લૂંટના ઇરાદે જ હત્યા કરવામાં આવી હોવાનું લોકો માની રહ્યા છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો: 'મેરી જાન દરવાજો ખોલ, મને તારા જ વિચાર આવે છે,' નરાધમે પરોઢીયે મહિલાના ઘરનો દરવાજો ખખડાવ્યો

પોલીસે આ કેસમાં તપાસ કરી તો મૃતક અહીં આવ્યો ત્યારે તેની કોઈ સાથે ઝપાઝપી થઈ હોવાના પુરાવા હાથ લાગ્યા છે. અહીં પડેલો બ્લોક પણ તેને વાગ્યો હતો. પણ બાદમાં ઝપાઝપી ચાલુ રહેતા શખ્સોએ હથિયાર ના ઘા મારી હત્યા કરી હોવાનું પોલીસ ક્રાઇમ સીન પરથી માની રહી છે.

આ કેસમાં અનેક લોકોની અટકાયત કરવાની સાથે સાથે પોલીસે આસપાસના સીસીટીવી કબજે કરવાની પણ કવાયત હાથ ધરી છે. જોકે, મોટાભાગના સીસીટીવીમાં રાત્રીના દ્રશ્યો ન દેખાતા હોવાથી પોલીસ પોતાની થીયરી પર તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરશે.
Published by: Vinod Zankhaliya
First published: September 18, 2020, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading