Home /News /madhya-gujarat /

ગોંડલમાં પટેલ યુવકની હત્યા બાદ હાર્દિક પટેલે કહ્યું,'ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઇ છે'

ગોંડલમાં પટેલ યુવકની હત્યા બાદ હાર્દિક પટેલે કહ્યું,'ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઇ છે'

અમદાવાદઃગોંડલમાં ગઇકાલે મોડી સાંજે ફાયરિંગમાં પટેલ સમાજના યુવકના મોતને લઇને પાટીદાર અનામત આદોલન સમિતિના કન્વીનર અને રાજસ્થાનમાં છ મહિનાનો વનવાસ ભોગવી રહેલા હાર્દિક પટેલે ગુજરાત સરકારની વીડિયો મેસેજ મોકલી ઝાટકણી કાઢી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃગોંડલમાં ગઇકાલે મોડી સાંજે ફાયરિંગમાં પટેલ સમાજના યુવકના મોતને લઇને પાટીદાર અનામત આદોલન સમિતિના કન્વીનર અને રાજસ્થાનમાં છ મહિનાનો વનવાસ ભોગવી રહેલા હાર્દિક પટેલે ગુજરાત સરકારની વીડિયો મેસેજ મોકલી ઝાટકણી કાઢી છે.

હાર્દિકે આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ
કથળી છે . રાજ્ય સરકારે તાત્કાલીક પગલા લેવા જોઇએ. હાર્દિકે મૃતક યુવકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને યુવકના પરિવારજનોને મદદ કરવા સમાજને અપીલ કરી છે.

ગોંડલમાં ફાયરિંગમાં પટેલ યુવકના મોતને લઇ ભારે રોષ વ્યાપ્યો છે. આજે ગોડલ સજ્જડ બંધ રહ્યું છે.પાટીદાર અગ્રણીઓ અને મૃતકના પરિવારજનોની માગ હતી કે'ગૃહપ્રધાન ગોંડલ આવી આરોપીઓને પકડવાની  ખાતરી આપે ત્યારબાદ જમૃતદેહ સ્વીકારીશું.

ગોંડલ શહેરના ચોરડી દરવાજા ચોક વિસ્તારમાં રાત્રીના બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં અંદાજે 10 રાઉન્ડ ફાયરિંગ થતાં શહેરભરમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો.બનાવ બાદ અન્ય જૂથ પણ ઘાતક હથિયારો સાથે શહેરભરમાં ફરી વળી ભયનો માહોલ સર્જી દીધો હતો.આ દરમિયાન જૂના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વ્યવસાય કરતા સંજયભાઇ ભાદાણી નામના યુવાન પસાર થતા હતા. ત્યારે ટોળાંએ તેમના પર બોથડ પદાર્થ ઝીંકી દેતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

First published:

Tags: ક્રાઇમ, ગુનો, ગૃહમંત્રી`, પટેલ, હત્યા, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन