Home /News /madhya-gujarat /

અમદાવાદ : પૈસા માટે યુવકનું ફિલ્મીઢબે અપહરણ, જબરદસ્તી કાર પડાવી લઈ Video ઉતારી લીધો

અમદાવાદ : પૈસા માટે યુવકનું ફિલ્મીઢબે અપહરણ, જબરદસ્તી કાર પડાવી લઈ Video ઉતારી લીધો

પ્રતિકાત્મક તસવીર

નરોડામાં રહેતા મયૂરનું અપહરણ કરી કેવીન અને લકી લઈ ગયા, માર મારી જબરદસ્તી વીડિયો ઉતારી અને ઉતારી મૂક્યો

અમદાવાદ: નરોડામાં (Naroda Kidnapping) રહેતા યુવકનું પૈસા માટે કારમાં અપહરણ કરી શાહિબાગ વિસ્તારમાં શખશો લઇ ગયા હતા. જ્યાં યુવક સાથે મારઝુડ કરી જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. જતા જતા આ ચારેય શખ્સોએ યુવકની કારની ચાવી પડાવી જબરદસ્તી કરી કાર પણ પડાવી લીધી હતી અને યુવકે કાર મરજીથી આપી હોવાનો વિડીયો (Video) પણ ઉતાર્યો હતો. આ અંગે નરોડા પોલીસે ચારેય શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. નોંધનીય છે કે, કૃષ્ણનગર વિસ્તારમાં યુવકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પાંચ દિવસ જેટલો સમય થઇ ગયો છતા તેની લાશ હજુ સુધી મળી નથી ત્યારે અપહરણ ની વધુ એક ઘટના બનતા હાહાકાર મચી જવા પામ્યો છે.

નરોડાની વ્રુંદાવન સોસાયટીમાં રહેતા અને લોન કન્સલ્ટન્સીનું કામ કરતા મયૂરભાઈ ચૌહાણ છ મહિના પહેલા રાંધેજા ખાતે મકાન જોવા માટે ગય હતા. તે વખતે રાંધેજા ચોકી પાસે રહેતા ભોગીલાલ પટેલ સંપર્કમાં આવ્યા હતા. મયૂરભાઈને મકાનનું કામ કરાવવું હોવાથી ભોગીલાલ સાથે વાતચીત કરી હતી ત્યારબાદ તેમની પાસે મકાનની બારી એલ્યુમીનીયમ સેક્શનનું કામ કરવા માટે કહ્યું હતું. જો કે ભોગીલાલનો ભાવ વધારે લાગતા તેમને કામ કરવાની મયૂરભાઈએ ના પાડી હતી.

આ પણ વાંચો : ચોટીલા : ધોળે દિવસે લાખો રૂપિયાની ફિલ્મી લૂંટ, પેટ્રોલ પમ્પના કર્મચારીને માર મારી લૂંટારૂ ફરાર, CCTV વીડિયોમાં ઘટના કેદ

પરંતુ ભોગીલાલે માલ મંગાવ્યો હોવાનું કહીંને મયૂરભાઈ પાસે 40 હજાર માગ્યા હતા. કામ કર્યું ન હોવાથી મયૂરભાઈએ પૈસા આપ્યા ન હતા. જેથી અવાર નવાર ભોગીલાલ તથા તેનો દિકરો કેવીન પૈસાની માંગણી કરતો અને ફોન કરી ધાકધમકી આપતો હતો.

દરમિયાન શનિવારે ભોગીલાલનો દિકરો કેવીન પટેલ તેના મિત્ર લકી પટેલ અને બે અજાણ્યા શખ્સોને લઈને મયૂરભાઈના ઘર પાસે આવ્યો હતો. ત્યારબાદ મયૂરભાઈને ઘરની બહાર  બોલાવ્યો હતો. ત્યારે કેવીન, લકી અને બે અજાણ્યા શખ્સોએ મયૂરભાઈ સાથે મારા મારી કરી જબદસ્તી કરી કારમાં બેસાડી પૈસા આપવા માટે દબાણ કરતા હતા.

આ પણ વાંચો :   CM રૂપાણી સાથે BJP સાંસદ વિનોદ ચાવડા, સંગઠન મહામંત્રી દલસાણિયા પણ થયા Corona સંક્રમિત

ત્યારબાદ મયૂરભાઈનું અપહરણ કરી બોપલ લઈ ગયા હતા. ત્યા પણ આ ચારેય જણાએ તેમની સાથે પૈસાની માંગણી કરી ફટકાર્યા હતા. એટલુ જ નહીં પૈસા નહીં આપેતો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ મયૂરભાઈને શાહીબાગ ખાતે ઉતારી દીધા અને તેની કારની ચાવી જબરદસ્તી કરી પડાવી લીધી હતી. પછી મયૂરની ગાડી લઈને આ ચારેય ફરાર થઈ ગયા હતા. મયુરભાઈએ કાર આપી હોવાનો વિડીયો પણ ઉતારી લીધો હતો. આ અંગે મયૂરભાઈએ નરોડા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે  પોલીસે કેવીન પટેલ, લકી પટેલ અને બે અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં અપહરણ,મારઝુડ સહીતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Kidnapping, Latest News, અમદાવાદ, ગુજરાતી ન્યૂઝ, ગુનો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन