બિન સચિવાલય પરીક્ષા મામલે 450થી વધુ ઉમેદવારો સાથે કોંગી MLA કિરીટ પટેલની અટકાયત

News18 Gujarati
Updated: December 4, 2019, 1:17 PM IST
બિન સચિવાલય પરીક્ષા મામલે 450થી વધુ ઉમેદવારો સાથે કોંગી MLA કિરીટ પટેલની અટકાયત
ગાંધીનગરમાં યુવાનોએ હલ્લાબોલ કર્યો છે.

પોલીસનાં આવા વલણ સામે વિદ્યાર્થીઓનો એક જ સૂર છે કે, 'શું અમે આતંકવાદીઓ છીએ કે, અમારી સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે?'

  • Share this:
ગાંધીનગર : બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોચ્યાં છે. ઉમેદવારોનાં આક્રોશને કારણે કર્મયોગી ભવનમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થી પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસ દ્વારા 450થી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી બાજુ સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કરી રહેલા યુવાનોને પોલીસે ભગાડ્યા હતા. ખાખી અને લાઠીનાં ડરને કારણે વિદ્યાર્થીઓને દોડવા મજબૂર થવું પડ્યું હતું. પોલીસનાં આવા વલણ સામે વિદ્યાર્થીઓનો એક જ સૂર છે કે, 'શું અમે આતંકવાદીઓ છીએ કે, અમારી સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે?'

ગાંધીનગરમાં યુવાનોને પોલીસને કારણે ભાગવું પડ્યું.


બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ બાદ ઠોસ કાર્યવાહી કરવાની માગ સાથે ગુજરાતભરમાંથી યુવાનો ગાંધીનગર ખાતે આવી પહોંચ્યાં છે. સોશિયલ મીડિયમા આ અંગેનો મેસેજ વાઈરલ થયો છે.

પોલીસ બંદોબસ્ત


જેમાં લખવામાં આવ્યું હતું કે, '4 ડિસેમ્બર મહારેલી-મહાસંગ્રામ, ભીખ નહીં પણ હક લેવા આવીએ છીએ.' સોશિયલ મીડિયામાં આ પ્રકારનાં મેસેજ વાઈરલ થતાં પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. જે બાદ આજ સવારથી જ ગાંધીનગરમાં પ્રવેશવાનાં માર્ગો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ગાંધીનગરમાં યુવાનોએ હલ્લાબોલ કર્યો છે.
પોલીસ ગાંધીનગર પહોંચેલાં વિદ્યાર્થીઓની મોટા પ્રમાણમાં અટકાયત કરી રહી છે. તો સાથે જ ગાંધીનગર આવવાનાં રસ્તાઓ ઉપર બેરિકેડ્સ ગોઠવી રહ્યાં છે. જેના કારણે વિરોધ કરવા પહોંચી રહેલાં વિદ્યાર્થીઓને રોકી શકાય. આ અંગે પોલીસનું કહેવું છે કે, ઉમેદવારોને રેલી માટેની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે યુવાનોનું કહેવું છે કે, પોલીસે લાઉડસ્પીકર વગર એકઠા થવાની મંજૂરી મળી હતી.

પાટણનાં કોંગી ધારાસભ્ય કિરીટ પટેલની અટકાયત

ઉમેદવારોનું સમર્થન કરવા માટે પાટણનાં કોંગી ધારાસભ્ય કિરીટ પટેલની અકટાયત કરાઈ છે. કિરીટ પટેલને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાયા છે. પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસે પુરાવા સાથે કર્યો હતો. જ્યારે આ મામલે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પણ સમગ્ર બનાવને ખુલ્લો પાડ્યાનો દાવો કર્યો હતો.
First published: December 4, 2019, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading