અમદાવાદ : 'Zomatoમાંથી બોલું છું' કહીને રિફંડના નામે રૂ. 60 હજારની ઠગાઈ

News18 Gujarati
Updated: October 8, 2019, 1:40 PM IST
અમદાવાદ : 'Zomatoમાંથી બોલું છું' કહીને રિફંડના નામે રૂ. 60 હજારની ઠગાઈ
પ્રતિકાત્મક તસવીર

પિઝા ખરાબ આવતા રિફંડના નામે યુવક સાથે રૂ. 60 હજારની ઠગાઈ આચરવામાં આવી. ઓનલાઇન ફૂડ મંગાવનારાઓ માટે ચેતવણી સમાન કિસ્સો.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : ઓનલાઈન ફૂડ મંગાવનારા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે Zomato એપથી બે પિઝા મંગાવ્યા હતા. જોકે, પિઝા ખરાબ આવતા તેણે Zomatoમાં ફોન કર્યો હતો. પરંતુ કોઈ જવાબ આવ્યો ન હતો.

જે બાદમાં યુવકના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર ગઠીયાએ ઝોમેટોમાંથી બોલું છું કહીને રિફંડના નામે વિગતો મેળીને યુવકના ખાતામાંથી રૂ. 60 હજાર ઉપાડી લીધા હતા.

થલતેજના સુરધારા બંગલોઝમાં રહેતા અને સાણંદમાં રેસ્ટોરન્ટ ધરાવતા ઋષભ શાહે 6 દિવસ પહેલા ઝોમેટોમાંથી બે પિઝા મંગાવ્યા હતાં. જોકે, પિઝા ખરાબ આવતા તેઓએ ઝોમેટોની હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો.

જે બાદમાં અજાણ્યા વ્યક્તિએ ઝોમેટોમાંથી બોલું છું કહી ફોન કર્યો હતો. ઋષભે હેલ્પલાઇનમાંથી બોલતા હોવાનું માનીને ફોન કરનાર વ્યક્તિ સાથે વાત કરી હતી. તેમજ રિફંડ મળી જશે તેવું માનીને અજાણ્યા યુવકે મોકલેલી લિંકમાં જરૂરી વિગતો ભરી હતી. ફોન કરનાર વ્યક્તિએ કહ્યુ હતુ કે રિફંડ માટે લિંકમાં વિગતો ભરશો એટલે રિફંડ મળી જશે. ઋષભે વિગત ભરતા જ તેના ખાતામાંથી રૂ. પાંચ હજાર ઉપડી ગયા હતા.

જેના બાદમાં બે દિવસ પહેલા ઋષભને પાછો ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે તમારા પૈસા ડેબિટ થઈ ગયા હોય તે હું તમને જે મેસેજ કરું છું તે મને ત્રણ વખત મોકલો. ઋષભે આવું કરતા જ તેના ખાતામાંથી છ ટ્રાન્ઝેક્શન થયા હતા અને કુલ 60,885 રૂપિયાની રકમ તેના ખાતામાંથી ઉપડી ગઈ હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
First published: October 8, 2019, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading