અમદાવાદ : જન્મ દિવસે તલવારથી 15થી વધુ કેક કાપતો વીડિયો વાયરલ થયો

News18 Gujarati
Updated: December 13, 2019, 3:37 PM IST
અમદાવાદ : જન્મ દિવસે તલવારથી 15થી વધુ કેક કાપતો વીડિયો વાયરલ થયો
તલવારથી કેક કાપડો વીડિયો વાયરલ.

વીડિયો અમદાવાદનો હોવાનો દાવો કરવામાં આવ્યા બાદ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

  • Share this:
અમદાવાદ : જન્મ દિવસની ઉજવણી કેક કાપીને કરવાની પ્રથા છે. પરંતુ ઘણા લોકો જન્મ દિવસને યાદગાર બનાવવા માટે અવનવા કારનામા પણ કરતા હોય છે. અનેક વખત જન્મ દિવસની પાર્ટીઓમાં ફાયરિંગ થયાના બનાવો પણ સામે આવતા રહે છે. હાલ સોશિયલ મીડિયામાં તલવારથી કેક કાપીને ઉજવણી કરવામાં આવતી હોવાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

15થી વધુ કેક કાપી

વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ તલવારથી 15થી વધારે કેક કાપી રહ્યો હોવાનું જાણવા મળે છે. આ વીડિયો અમદાવાદના નરોડા વિસ્તારોનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો જન્મ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા છે. આ દરમિયાન એક યુવક તલવારથી જ કેક કાપી રહ્યો છે.

યુવક તલવારથી એક પછી એક કેપ કાપી રહ્યો છે. આ દરમિયાન કેટલાક મિત્રો યુવકના મોઢે સ્નો સ્પ્રે ઉડાવતા પણ નજરે પડી રહ્યા છે. તલવારથી કેક કાપ્યા બાદ કેટલાક યુવકો હિન્દી ફિલ્મના ગીત પર પર ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે.

વીડિયો અમદાવાદનો હોવાનો દાવો કરવામાં આવ્યા બાદ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે કેક જાહેરમાં કાપવામાં આવી હતી કે પછી કોઈ ખાનગી જગ્યાએ કાપવામાં આવી તેની તપાસ કરવામાં આવશે.
First published: December 13, 2019
વધુ વાંચો
अगली ख़बर