Home /News /madhya-gujarat /

શું તમારું બાળક સ્માઇલ નથી કરતું કે પછી વિચિત્ર હાવભાવ દર્શાવે છે? તમારું માસ્ક 'વિલન' હોઈ શકે!

શું તમારું બાળક સ્માઇલ નથી કરતું કે પછી વિચિત્ર હાવભાવ દર્શાવે છે? તમારું માસ્ક 'વિલન' હોઈ શકે!

તસવીર: Shutterstock

"બે વર્ષથી નીચેની ઉંમરના બાળકોનો જ્યારથી જન્મ થયો છે ત્યારથી તેમણે પોતાની આસપાસની દુનિયાને માસ્કમાં જ જોઈ છે. તેઓ જ્યારે કોઈને મળે છે ત્યારે તેઓ તેમના વિવિધ હાવભાવ જેવા કે ગુસ્સો, હસવું, ખુશ થવું વગેરે જોઈ શકતા નથા. ઘરને બાદ કરતા તેઓ તેમના માતાપિતાને પણ બહાર તો માસ્કમાં જ જોવે છે."

વધુ જુઓ ...
  અમદાવાદ: હાલ કોરોના વાયરસ (Coronavirus)થી બચવાના ઉપાયોમાંથી એક ઉપાય માસ્ક (Face mask) છે. આ ઉપરાંત વેક્સીન અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ખરા. માસ્ક ન પહેરવા પર મોટો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ રાજ્યમાં તાજેતરમાં સામે આવેલા અનેક કિસ્સાઓને માસ્કને કારણે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અલગ જ પ્રકારની પરેશાન થઈ રહી હોવાનું માલુમ થયું છે! ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે આવું થવાનું કારણ એ છે કે બે વર્ષથી નીચેની ઉંમરના બાળકો જ્યારથી જન્મ્યા છે ત્યારથી તેઓ પોતાના માતાપિતા, દાદા-દાદી કે પરિવારના અન્ય સભ્યોને માસ્કમાં જોઈ રહ્યા છે. આ જ કારણે જે ઉંમરે તેઓ સ્માઇક, રિએક્શન સહિતની અન્ય વસ્તુઓ શીખે છે તેમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. કારણ કે તેઓ તેમના માતાપિતાને સતત માસ્કમાં જોતા હોવાથી તેમના હાવભાવ જાણી શકતા નથી કે તેમના હાવભાવને ઓળખી શકતા નથી. વડોદરા અને સુરત શહેરના પીડિયાટ્રિશિયનોએ આવા કેસ સામે આવ્યાની વાત સ્વીકારી છે.

  રાજ્યભરના પીડિયાટ્રિશિયનો પણ માસ્કને લઈને બાળકો પર અસર થતી હોવા અંગે એકમત છે. એકેડેમી ઑફ પીડિયાટ્રિક્સ ગુજરાતના એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર, ડૉક્ટર તુષાર શાહે આ મામલે જણાવ્યું હતું કે, "બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં એવું જોવા મળી રહ્યું છે કે તેઓ ઝડપથી હાવભાવ નથી શીખી રહ્યા. જે ઉંમરમાં તેઓ વિવિધ પ્રતિભાવો આપતા શીખે છે તેમાં હવે બેથી ત્રણ મહિના વધારે લાગી રહ્યા છે. બે વર્ષથી ઓછી ઉંમરના અનેક બાળકોમાં સેન્સરી સ્ટિમ્યુલેશન (Sensory stimulation) નથી જોવા મળતું. એટલે કે તેઓ તેમની આસપાસ બનતી ઘટનાઓને અનુભવતા નથી, અથવા જે ઉંમરે તેમને ખ્યાલ આવવો જોઈએ તેમાં વધારે સમય લાગી રહ્યો છે."

  આ પણ વાંચો: અમદાવાદ: ટેબ્લેટના નામે કૌભાંડ, ફૅક વેબસાઇટ બનાવીને રૂપિયા પડાવ્યાં, 71 વિદ્યાર્થી છેતરાયાં

  ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં શાહે વધુમાં જણાવ્યું હતું કે, "બે વર્ષથી નીચેની ઉંમરના બાળકોનો જ્યારથી જન્મ થયો છે ત્યારથી તેમણે પોતાની આસપાસની દુનિયાને માસ્કમાં જ જોઈ છે. તેઓ જ્યારે કોઈને મળે છે ત્યારે તેઓ તેમના વિવિધ હાવભાવ જેવા કે ગુસ્સો, હસવું, ખુશ થવું વગેરે જોઈ શકતા નથા. ઘરને બાદ કરતા તેઓ તેમના માતાપિતાને પણ બહાર તો માસ્કમાં જ જોવે છે."

  આ પણ વાંચો: લગ્નમાં કોરોના સંક્રમિત વ્યક્તિ દુલ્હા-દુલ્હન સાથે ફોટો ક્લિક કરતો રહ્યો, 30 લોકો સંક્રમિત
  તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે બાળક ત્રણ મહિનાનું થાય છે ત્યારે તે સ્માઇલ આપવા જેવા પ્રતિભાવો આપવા લાગે છે. હવે આ સમયગાળો વધી રહ્યો છે. મને છેલ્લા થોડા મહિનાઓથી બાળકોના માતાપિતાઓ તરફથી આ અંગેના ફોન કૉલ મળી રહ્યા છે." નિષ્ણાતોનું માનવું છે કે કોવિડને કારણે લોકો ઘરોમાં બંધ છે, તેના પગલે સમાજ સાથેનું જે જોડાણ હોવું જોઈએ એ નથી થઈ રહ્યું. આની અવળી અસરો બાળકો સહિત તમામ લોકો પર પડી રહી છે.

  આ પણ વાંચો: મહારાષ્ટ્રના લગ્નનની તસવીર વાયરલ, દુલ્હાએ પણ પહેર્યું મંગળસૂત્ર, ટ્રોલર્સ બોલ્યાં- શું હવે સાડી પણ પહેરીશ?

  સુરતમાં બાળરોગના નિષ્ણાતોને પણ કંઈક આવી જ ફરિયાદો મળી રહી છે. ફરિયાદ કરનાર માતાપિતાના બાળકોની ઉંમર છ મહિનાથી 18 મહિનાની વચ્ચે છે. સુરત ખાતેના સીનિયર પીડિયાટ્રિશિયન ડૉક્ટર સંજીવ રાવે જણાવ્યું હતું કે, "દર પાંચમાં દિવસે અમારી સમક્ષ એવો કેસ આવે છે, જેમાં માતાપિતાની ફરિયાદ હોય છે કે તેમના બાળકોના હાવભાવ કંઈક અલગ જ પ્રકારના છે. અથવા તે કંઈક અલગ જ રિએક્શન આપે છે. અમુક બાળકો વિચિત્ર જ વર્તન કરતા હોવાની ફરિયાદો મળે છે."

  રાવના મતે માસ્કને કારણે નાના બાળકો ચહેરાના હાવભાવ જોઈને જે વસ્તુઓ શીખતા હોય છે તેમાં બાધા ઊભી થઈ રહી છે. આ જ કારણે તેઓ વિવિધ ભાવો પણ નથી શીખી રહ્યા. આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે ખૂબ વધારે સમય ઘરમાં જ વ્યતિત કરવાથી અને બહારની દુનિયા સાથે કોઈ જ સંપર્ક ન રહેવાને કારણે બાળકોની સોશિયલ અને લર્નિંગ સ્કિલ પર અસર થઈ રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Baby, Coronavirus, Kids, Mask, Newborn, Parents, Pediatrician, Smile

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन