યુવતીએ માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સાધુ સાથે બિભત્સ વીડિયો ઉતારી 50 લાખની માંગણી કરી

News18 Gujarati
Updated: December 15, 2019, 9:23 PM IST
યુવતીએ માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સાધુ સાથે બિભત્સ વીડિયો ઉતારી 50 લાખની માંગણી કરી
યુવતીએ માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સાધુ સાથે બિભત્સ વીડિયો ઉતારી 50 લાખની માંગણી કરી

અમદાવાદમાં રહેતી યુવતીએ સ્વામીને અમદાવાદની હનીબની હોટલમાં બોલાવી અંગત પળો માણી હતી

  • Share this:
અમદાવાદ : જૂનાગઢના માંગરોળમાં સ્વામિનારાયણ સાધુએ બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. સ્વામી ગોપાલચરણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમદાવાદની હનીબની હોટલમાં લલચાવી ફોસલાવી તેમની યુવતી સાથેની વીડિયો ક્લિપ ઉતારવામાં આવી હતી. બાદમાં આ વીડિયો ક્લિપને લઇને બ્લેકમેઇલ કરી 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. જો તે 50 લાખ રૂપિયા નહી આપે તો બળાત્કારની ફરિયાદ કરવાની યુવતીએ ધમકી આપી હતી.

ફરિયાદ પ્રમાણે અમદાવાદમાં રહેતી સોનલ વાઘેલાએ સ્વામીને અમદાવાદની હનીબની હોટલમાં બોલાવી અંગત પળો માણી હતી. અંગત પળોનો વીડિયો ઉતારી તેણે પોતાની સાથે રહેલા બે શખ્સો નિકુંજ પટેલ અને ચેતનના મોબાઇલમાં મોકલ્યો હતો. બાદમાં ત્રણેયે સ્વામીને 50 લાખ નહીં આપે તો દુષ્કર્મની ફરિયાદ નોધાવી અને વીડિયો વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. સ્વામી ગોપાલચરણ અને મહિલા ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા.

આ પણ વાંચો - DPS સ્કૂલ વિવાદ વકર્યો : સ્કૂલ ચાલુ રખાવવા મુદ્દે વાલીઓમાં બે ફાંટા પડ્યા

સ્વામીને ફસાવવા માટે ત્રણેયે પૂર્વ કાવતરૂ રચ્યું હતું. પ્લાન મુજબ સ્વામી અને યુવતી વચ્ચેની વીડિયો ક્લિપ રેકોર્ડ કરી હતી. ત્યારબાદ ત્રણેયએ મળીને સ્વામીને બ્લેકમેઈલ કરવાનું ચાલુ કર્યું હતું. અંતે કંટાળીને સ્વામીએ માગરોળ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે માંગરોળ પોલીસે ભાવેશ લાડાણી, જીતુ વડારિયા, વિક્રમસિંહ કાગડા અને આજીમાબાનુ નામની મહિલાની ધરપકડ કરી છે. આરોપીઓએ સ્વામી ગોપાલચરણને નામ ખોટા આપ્યાની સંભાવના છે. જેથી ફરિયાદમાં અને ધરપકડ કરાયેલા નામો અલગ-અલગ છે.
First published: December 15, 2019
વધુ વાંચો
अगली ख़बर