Home /News /madhya-gujarat /

Online shopping કરતી યુવતીઓ સાવધાન! અમદાવાદની યુવતીને થયો કડવો અનુભવ

Online shopping કરતી યુવતીઓ સાવધાન! અમદાવાદની યુવતીને થયો કડવો અનુભવ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: આરોપીએ ઇ કોમર્સ વેબસાઇટ (website) પર વસ્તુઓને અડધા ભાવમાં આપવાની લાલચ આપીને લાખો રુપિયાની ઠગાઇ કરી છે. જે મામલે હવે પોલીસ ફરિયાદ (police complaint) પણ થઇ છે.

અમદાવાદ: આજકાલ ગઠીયાઓ લોકોને (fraud people) છેતરવા માાટે અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. લોકો પણ સરળતાથી તેમની આ જાળમાં ફસાઇ જાય છે અને લાખો રુપિયા ગુમાવી બેસે છે. ત્યારે અમદાવાદ શહેરમાં (Ahmedabad City) આવો જ એક છેતરપિંડીનો (fraud case) બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપીએ ઇ કોમર્સ વેબસાઇટ (website) પર વસ્તુઓને અડધા ભાવમાં આપવાની લાલચ આપીને લાખો રુપિયાની ઠગાઇ કરી છે. જે મામલે હવે પોલીસ ફરિયાદ (police complaint) પણ થઇ છે.

શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતી એક યુવતિ પાસેથી ઝીશાનઅલી અન્સારી નામના આરોપીએ રુપિયા 40 લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પરથી 50% કિંમતે અલગ અલગ ચીજ વસ્તુ લઇ આપવાની ખાતરી આપી આરોપીએ યુવતિ પાાસેથી 40 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેને લઈને આરોપી વિરુદ્ધ યુવતિએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કુબેરનગરમાં રહેતી ૨૨ વર્ષીય યુવતિ એક ખાનગી કંપનીમાં સિનિયર પ્રોસેસ ટ્રેનર તરીકે નોકરી કરે છે. 2020માં નોકરી દરમિયાન તેની ઓળખાણ એક યુવતી સાથે થઇ હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા પણ થઇ.

આ પણ વાંચોઃ-Crime: અમદાવાદમાં પ્રેમ લગ્ન કર્યા બાદ ભારોભાર પસ્તાઈ યુવતી, દારૂ પીને પતિ કરે છે પત્ની પર અત્યાચાર

તેણીએ યુવતીને આરોપી જીશાનઅલી વિશે વાત કરી હતી ને કહ્યું હતું કે એમેઝોન ઉપરથી તે 50% કિંમતમાં ૩૦થી ૩૫ દિવસના સમયમાં ચીજ વસ્તુ મંગાવી આપે છે. જો તારે અથવા તારા સંબંધીઓને કોઈ પણ ચીજવસ્તુ ખરીદવી હોય તો હું તેને વાત કરીશ.

આમ કહીને તેણીએ યુવતીને ઝીશાનઅલીએ એમઝોનમાંથી મંગાવી આપેલો ફોન તથા અન્ય ચીજવસ્તુઓ બતાવી હતી. જેથી ફરિયાદીને વિશ્વાસ આવતા તેણે સૌ પ્રથમ 30 જૂન 2020માં ઝીશાન અલી પાસેથી ૪૨ હજારની કિંમતનો મોબાઇલ ઝીશાન મારફતે એમેઝોનમાંથી માત્ર 29, 000માં મંગાવ્યો હતો, જે ઝીશાને તેને આપ્યો હતો. જેથી આરોપી ઝીશાન પર ફરિયાદીને વિશ્વાસ આવી ગયો.

આ પણ વાંચોઃ-Murder: સુરતમાં એક રૂપિયાની બીડી માટે બે સગીરોએ યુવકી કરી ઘાતકી હત્યા

ત્યારબાદ ફરિયાદી યુવતિએ પોતાની અને સગા-સંબંધીઓની જુદી જુદી ચીજવસ્તુઓ જેવી કે ઘડિયાળ, વોશિંગ મશીન, મોબાઈલ, AC,TV ખરીદી કરવા માટે ઓનલાઇન તેમજ રોકડેથી 40 લાખ રૂપિયા ઝીશાનને આપ્યા હતા.

પૈસા આપ્યા બાદ વસ્તુઓ ના મળતા જ્યારે યુવતિએ પૈસા પરત માંગ્યા તો ઝીશાને પૈસા આપવાની ના પાડી હતી. જેને લઈને યુવતિએ આરોપીને આપેલા લાખો રૂપિયામાંથી કેટલાક રૂપિયા પરત આપી આશરે 40 લાખ ન આપતા આરોપી વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર