Home /News /madhya-gujarat /

અમદાવાદ : સાસુની ફોન ન વાપરવાની આદત પુત્રવધુને ભારે પડી, શખ્સે હોટલમાં બોલાવી અને પછી...

અમદાવાદ : સાસુની ફોન ન વાપરવાની આદત પુત્રવધુને ભારે પડી, શખ્સે હોટલમાં બોલાવી અને પછી...

શહેરમાં (Ahmedabad)રહેતી એક યુવતીએ એક શખસ સામે છેડતી અને બળાત્કારની (rape)ફરિયાદ નોંધાવી (પ્રતિકાત્મક તસવીર)

Crime News - આરોપીએ કહ્યું - તું શાદીશુદા હૈ તેરા બચ્ચા ભી હૈ તો મેં તુજ સે શાદી નહીં કર સકતા હૂં, મેરે સાથ બીના શાદી કે એસે સંબંધ બનાયે રખ

અમદાવાદ : શહેરમાં (Ahmedabad)રહેતી એક યુવતીએ એક શખસ સામે છેડતી અને બળાત્કારની (rape)ફરિયાદ નોંધાવી છે. સાસરેથી આ યુવતી રિસાઈને પિયરમાં આવી હતી. સાસુ મેરેજ બ્યુરોનું કામ કરતા હતા પણ ફોન વાપરતા ન હોવાથી તેમણે લોકોને પોતાની પુત્રવધુનો નંબર આપ્યો હતો. ત્યારે એક યુવક સાથે સંપર્કમાં આવતા તે આ યુવતીને પ્રેમ (Love)કરી બેઠો અને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં લગ્નનું કહેતા યુવતીને આ શખ્સે "તું શાદી સુદા હે ઔર બચ્ચે ભી હે, એસે બીના શાદી કે હી સંબંધ બનાએ રખ" કહીને લગ્નની મનાઈ કરતા યુવતીએ ફરિયાદ આપતા પોલીસે (Ahmedabad Police)તપાસ શરૂ કરી છે.

શહેરના ઇસનપુરમાં (Isanpur)રહેતી 22 વર્ષીય યુવતી છેલ્લા સાતેક મહિનાથી તેના પિયરમાં રહે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2016માં જુહાપુરા ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. આ યુવતી લગ્ન બાદ તેના પતિ અને પરિવાર સાથે રહેતી હતી. તે દરમિયાન તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો, જે હાલ ચાર વર્ષની છે. યુવતીની સાસુ મેરેજ બ્યુરો ચલાવે છે. યુવતીની સાસુ ફોનનો ઉપયોગ ના કરતા હોવાથી ગ્રાહકોને કંઈ કામ હોય તો યુવતીનો નંબર આપતી હતી. વર્ષ 2018માં આ યુવતીને તેના પતિ સાથે વિવાદ થયો હતો. જેથી તે તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી. વર્ષ 2018માં જમશેદ ખાન નામના વ્યક્તિનો આ યુવતી ઉપર ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું કે લગ્ન માટેના ફોટા મોકલ્યા નહીં? જેથી યુવતીએ જણાવ્યું કે તેને ફેમિલી પ્રોબ્લેમ ચાલતો હોવાથી તે હાલ પિયરમાં રહેવા આવી છે, સાસુને ફોન કરો.

યુવક પતિ સાથે છૂટાછેડા લેવાનું કહેતો હતો

ત્યારબાદ આ જમશેદ નામનો વ્યક્તિ અવારનવાર યુવતીને ફોન કરતો હતો અને જણાવતો કે તું તારા પતિ સાથે તલાક લઈ લે હું તારી સાથે લગ્ન કરીશ. અવારનવાર આવી વાત કરી જમશેદ નામનો વ્યક્તિ આ યુવતીને આશ્વાસન આપતો હતો. યુવતીએ તેને એક દીકરી હોવાનું પણ જણાવતાં જમશેદે કહ્યું હતું કે તે તેને તેની દીકરી સાથે અપનાવી લેશે. આ પ્રકારની વાતો કરી જમશેદે વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો. બાદમા પ્રેમ કરતો હોવાની યુવતી સમક્ષ વાતો કરતો હતો. યુવતીએ આ અંગેની જાણ તેની માતાને કરતાં યુવતીની માતાએ જમશેદને ફોન કરી મારી દીકરીને તારી સાથે પરણાવી નથી તો હવે પછી ફોન કરતો નહીં કહ્યું હતું. છતાં જમશેદ અવારનવાર આ યુવતીને ફોન કરતો હતો અને તે ખૂબ પ્રેમ કરે છે, તારા પતિ તલાક લઈ લે હું તારી સાથે લગ્ન કરીશ તેમ જણાવી યુવતીને વિશ્વાસમાં લેતો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : શેઠે પગારના 2 હજાર રૂપિયા ન આપતા કારીગરે માથામાં 35 ફટકા મારી હત્યા કરી

યુવક અવારનવાર અમદાવાદમાં આવતો હતો

જમશેદના ભાઈની સાસરી યુવતીનાં ઘરની બાજુમાં થતી હોવાથી તે અવારનવાર અમદાવાદ આવતો હતો. જ્યારે જ્યારે યુવતી ઘરની બહાર કોઈ કામથી નીકળે ત્યારે જમશેદ તેને રસ્તામાં રોકીને હેરાન કરતો હતો અને જણાવતો કે તું મારી સાથે લગ્ન કરી લે. બાદમાં મીઠી મીઠી વાતો કરી વિશ્વાસ અને ભરોસો આપતો હતો. એક દિવસ યુવતી જમશેદની વાતો માં આવી ગઈ અને તેની સાથે ફોન ઉપર વાત કરતી હતી. બાદમાં શાહઆલમ ખાતે જમશેદે એકાંતમાં મળવા બોલાવી હતી ત્યારે પણ તેની છેડતી કરી હતી અને શારીરિક અડપલા કરીને જમશેદે શરીર સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો.

વર્ષ 2019માં જૂન માસમાં જમશેદે યુવતીને ફોન કરીને જમવા માટે બોલાવી હતી. જેથી આ યુવતી વિશાલા સર્કલ ગઈ હતી અને ત્યાંથી ખેડા ખાતે આવેલી સિગડી હોટલમાં જમવા ગઈ હતી. બાદમાં જમશેદે એક દિવસ ફોન કરીને યુવતીને અજમેર દરગાહ ખાતે જઈને ખ્વાજા ગરીબ નવાજની કસમ ખાઈને લગ્ન કરીશ તેવું જણાવતા યુવતી અજમેર ગઈ હતી. અજમેર ખાતે દરગાહ ખાતે દર્શન કરી જમશેદે ત્યાં એક હોટલમાં રૂમ બુક કરાવ્યા હતા. એક રૂમમાં યુવતી, તેની બહેન, દીકરી અને જમશેદ રોકાયા હતા. જમશેદના મિત્રો યુવતીની બહેનને ખરીદી કરવાના બહાને લઈ ગયા હતા. તે દરમિયાન રૂમમાં જમશેદે એકલતાનો લાભ ઉઠાવી લગ્ન કરવાની ખાતરી આપી યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

આ પણ વાંચો - લગ્નના બે દિવસ પછી યુવકે કરી આત્મહત્યા, દૂલ્હનની મહેંદી પણ સુકાઇ નથી

વર્ષ 2020માં જમશેદે ફોન કરીને યુવતીને પાલડીની જાસ્મિન હોટલમાં મળવા બોલાવી હતી. જ્યાં આ યુવતી પહોંચી ત્યારે જમશેદે લગ્નનો ભરોસો આપી તેની સાથે શરીરસુખ માણ્યું હતું. બાદમાં જમશેદને યુવતીએ ફોન કરી લગ્ન કરવાનું જણાવતાં તેણે કહ્યું કે લગ્ન કરીશું તેમ કહી વાયદા કરતો જતો હતો. બાદમાં યુવતીએ જમશેદ ને કહ્યું કે જો તે લગ્નની હા પાડે તો પતિ સાથે છૂટાછેડા લઈ લે. ત્યારે જમશેદે જણાવી દીધું કે "તું શાદીશુદા હૈ તેરા બચ્ચા ભી હૈ તો મેં તુજ સે શાદી નહીં કર સકતા હૂં, મેરે સાથ બીના શાદી કે એસે સંબંધ બનાયે રખ". જેથી યુવતીએ આ પ્રકારના સંબંધ ન રાખવા જણાવતા જમશેદે ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

સમાજની રાહે યુવતીને સાસરિયાઓએ બોલાવી લીધી હતી. બાદમાં નથી રાખવી તેમ કહી કાઢી મૂકી હતી. ત્યારે યુવતીને જાણ થઈ કે આ જમશેદે તેના પતિને વીડિયો કોલ કરી તેમના સંબંધ વિશે જાણ કરી દીધી હતી. જેથી યુવતીના પતિએ યુવતી અને જમશેદ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. જેથી હવે યુવતીએ જમશેદ સામે બળાત્કાર, છેડતી, ધમકી આપી હોવાની ફરિયાદ આપતાં ઇસનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, Rape News, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन