Home /News /madhya-gujarat /

અમદાવાદમાં યુવતીને વોટ્સ એપ ડીપીમાં પોતાનો ફોટો મુકવો ભારે પડ્યો, પરિણીતા સાથે શું થયું?

અમદાવાદમાં યુવતીને વોટ્સ એપ ડીપીમાં પોતાનો ફોટો મુકવો ભારે પડ્યો, પરિણીતા સાથે શું થયું?

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime news: યુવતીએ વોટ્સએપ પ્રોફાઈલ પિક્ચરમાં (whats app profile pic) પોતાનો ફોટો મુક્યો તો પતિ ગિન્નાયો અને તેની સાથે બબાલ કરી હતી. અને સસરાએ પણ પુત્રવધૂના ભાઈને ફોન કરીને કહયું કે તમારી બહેનને કહી દેજો વોટ્સએપમાં ફોટો મુકવાનો નથી.

વધુ જુઓ ...
અમદાવાદ: દહેજ ભૂખ્યા (dowry case) સાસરિયાઓ એ લગ્નના એક જ વર્ષમાં યુવતીને ત્રાસ આપી પિયરમાં (woman harassment) જતી રહેવા મજબુર કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. સાસરિયાઓ અવાર નવાર દહેજ માંગતા અને પતિ ત્રાસ આપી (woman beaten) ઝગડા કરી માર મારતો હતો.
યુવતીએ વોટ્સએપ પ્રોફાઈલ પિક્ચરમાં (whats app profile pic) પોતાનો ફોટો મુક્યો તો પતિ ગિન્નાયો અને તેની સાથે બબાલ કરી હતી. અને સસરાએ પણ પુત્રવધૂના ભાઈને ફોન કરીને કહયું કે તમારી બહેનને કહી દેજો વોટ્સએપમાં ફોટો મુકવાનો નથી. આખરે કંટાળી યુવતીએ પોલીસ ફરિયાદ (police complaint) કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઇસનપુર માં રહેતી 22 વર્ષીય યુવતીના વસ્ત્રાલના એક યુવક સાથે વર્ષ 2021માં લગ્ન થયા હતા. લગ્નના ત્રણેક માસ સુધી સાસરિયાઓ એ તેને સારી રીતે રાખી હતી. બાદમાં યુવતી પતિ પાસે ઘરખર્ચ ના પૈસા માંગે તો બબાલ કરી માર મારતો હતો. આ વાત સાસુ સસરા ને યુવતી કહે તો તેની સાથે ઝગડો કરી ત્રાસ આપતા હતા.

ઘરમાં રહેવું હોય તો માં બાપ પાસેથી બે લાખ લઈ આવ કહીને ત્રાસ આપવા લાગ્યા હતા. આ બધી માથાકૂટ થી કંટાળી યુવતી તેના પિયર જતી રહી અમે પતિ ને કહી દીધું કે હવે તમે લખાણ કરી આપશો અને જવાબદારી લેશો તો જ હું ઘરે આવીશ. પતિએ લખાણ પણ કર્યું પરંતુ લેવા ન આવતા યુવતીને તેના ભાઈ સાસરે મૂકી ગયા હતા.

આ પણ વાંચોઃ-વ્યાજખોરોનો આતંક! સુરતમાં અમૃત રબારીની ટોળકીએ ખેડૂત ઉપર પાઈપ વડે કર્યો હુમલો, હાડકાં ભાગી નાંખ્યા

થોડા દિવસ પહેલા યુવતીએ વોટ્સએપ પ્રોફાઈલ પિક્ચર માં પોતાનો ફોટો મુક્યો તો પતિ ગિન્નાયો અને તેની સાથે બબાલ કરી હતી. અને સસરાએ પણ પુત્રવધૂને ભાઈને ફોન કરીને કહયું કે તમારી બહેનને કહી દેજો વોટ્સએપ માં ફોટો મુકવાનો નથી.

આ પણ વાંચોઃ-Molestation: સુરતમાં પરિણીતાની છેડતીનો વિચિત્ર કિસ્સો, અલગ અલગ નંબરોથી ફોન કરી શરીર સુખની માંગ

બાદમાં પતિએ હવે તું નીકળ મારે તને રાખવી જ નથી હવે અહીં રહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપતા આખરે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Dowry case, Gujarati news

આગામી સમાચાર