Home /News /madhya-gujarat /

અમદાવાદ : તાંબા પિત્તળના વાસણે વૃદ્ધાના હાલ કર્યા બેહાલ, મૈત્રી કરારમાં રહેતી યુવતીનું કારસ્તાન

અમદાવાદ : તાંબા પિત્તળના વાસણે વૃદ્ધાના હાલ કર્યા બેહાલ, મૈત્રી કરારમાં રહેતી યુવતીનું કારસ્તાન

ફરિયાદી વૃદ્ધા તેમના પૌત્ર અને તેની સાથે છેલ્લા ત્રણ વર્ષથી મૈત્રી કરારમાં રહેતી યુવતી સાથે રહે છે (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad news - યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને વૃદ્ધાને બે ત્રણ લાફા મારીને ગડદા પાટુનો માર માર્યો હતો

અમદાવાદ : બીમાર વૃદ્ધા (old man)પુત્રના ઘરે સારવાર લઈને પરત તેમના ઘરે આવતા જ પૌત્ર સાથે મૈત્રી કરારમાં (Friendship agreement)રહેતી યુવતીના હાથનો માર ખાવો પડ્યો છે. વૃદ્ધા ઘરના રસોડામાં જતાં તાંબાના વાસણો જોવા મળ્યા ના હતા. જેથી પૌત્ર સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતીને તાંબાના વાસણો શા માટે વેચી નાખ્યા તેવું પૂછતા જ યુવતીએ ઉશ્કેરાઈ જઈને વૃદ્ધાને માર માર્યો (old man was beaten)હતો.

ફરિયાદી વૃદ્ધા તેમના પૌત્ર અને તેની સાથે છેલ્લા ત્રણ વર્ષથી મૈત્રી કરારમાં રહેતી યુવતી સાથે રહે છે. વૃદ્ધાની તબિયત બગડતા તે તેના પુત્રને ત્યાં ગયા હતા. પરંતુ તબિયત સારી થઈ જતાં છેલ્લા પાંચેક દિવસથી તેઓ તેમના ઘરે પરત ફર્યા હતા. આજે સવારે વૃદ્ધા રસોડામાં પાણી પીવા માટે ગયા હતા ત્યારે તેમને રસોડામાં રાખેલા તાંબા અને પિત્તળના વાસણો જોવા મળ્યા ના હતા. જેથી તેમણે આ બાબતે આરોપી યુવતીને પૂછતા તેને વાસણો વેચી નાખ્યાં હોવાનું કહ્યું હતું. વાસણો શા માટે વેચ્યા તેવું કહેતા જ યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને વૃદ્ધાને બે ત્રણ લાફા મારીને ગડદા પાટુનો માર માર્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોનામાં મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે આવી રીતે કરો ઓનલાઇન અરજી

માર મારતા વૃદ્ધા નીચે પટકાયા હતા અને બૂમાબૂમ કરતા આસપાસના પાડોશીઓ પણ ઘરે દોડી આવ્યા હતા. વૃદ્ધાને વધુ મારમાંથી છોડાવી 108 મારફતે શારદાબેન હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં એક્સ રે કરતા જમણા પગમાં ફેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ વૃદ્ધા ના પુત્રને કરતા તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલે યુવતી સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - અમદાવાદ : ક્રૂરતાની તમામ હદ વટાવી કરી હત્યા, આરોપીઓ રોડ પર ફેંકીને ફરાર થઈ ગયા

શાક વધારે રસાવાળું બની જતા પતિએ પત્નીને માર માર્યો

શહેરમાં (Ahmedabad Crime) રહેતી એક યુવતી આર્થિક રીતે પગભર થવા માટે ઘરે બેસી સિલાઈ કામ કરવાનું શીખી હતી. સિલાઈ કામ કરતાં કરતાં તે ઘરકામ પણ કરતી હતી. આ દરમિયાન કામમાં ને કામમાં યુવતીની રસોઇ બનાવવામાં થોડી ભૂલ થઈ તો તેને પતિએ ફટકારી હતી. યુવતીએ જે શાક બનાવ્યું હતું તેમાં રસો વધારે હોવાથી પતિ આવેશમાં આવી ગયો અને બાદમાં તેણે પત્ની પર ગુસ્સો કરી ફટકારી હતી. અગાઉ પણ આ રીતે માર મારી ચૂકેલા પતિથી કંટાળીને પત્નીએ ફરિયાદ કરતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad crime, Ahmedabad news, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन