અમદાવાદ : ડિફેન્સનો દારૂ મેળવી કોલેજના પાર્કિગમાં રાખી છૂટક વેચાણ કરનાર યુવાન ઝડપાયો

અમદાવાદ : ડિફેન્સનો દારૂ મેળવી કોલેજના પાર્કિગમાં રાખી છૂટક વેચાણ કરનાર યુવાન ઝડપાયો
આર્મીના નિવૃત્ત અધિકારીના પુત્રની સોલા પોલીસે ધરપકડ કરી

ડિફેન્સની કેન્ટીનમાંથી દારૂ ખરીદી ગાડીમાં મૂકી જેમ ગ્રાહક મંગાવે તેમ એક્ટિવા પર જઈ હોમ ડિલિવરી કરતો

  • Share this:
અમદાવાદ : શહેરના એસજી હાઇવે પર આવેલી એન.એમ.ઝાલા કોલેજના પાર્કિગમાંથી ડિફેન્સના પરમીટવાળો દારૂનો જથ્થો સોલા પોલીસે ઝડપી પાડ્યો છે. આર્મીના નિવૃત્ત અધિકારીના પુત્રની સોલા પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસને તેના પિતા અને આર્મીના નિવૃત્ત બે અધિકારીઓની 3 પરમીટ મળી છે. આરોપી વાઇનશોપ અને ડિફેન્સની કેન્ટીનમાંથી દારૂ ખરીદી ગાડીમાં મૂકી જેમ ગ્રાહક મંગાવે તેમ એક્ટિવા પર જઈ હોમ ડિલિવરી કરતો હતો.

સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે.હુણની ટીમને બાતમી મળી હતી કે એક કોલેજના પાર્કિંગમાં દારૂનો જથ્થો છે. જેથી તપાસ કરી તો એસજી હાઇવે પર કારગિલ પેટ્રોલ પંપ પાસે આવેલી એન.એમ.ઝાલા કોલેજના પાર્કિગમાં પડેલી કારમાંથી 43 દારૂની બોટલો સાથે ઋષિ ઓઝા નામના આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી મળી આવેલો દારૂનો જથ્થો ડિફેન્સની પરમીટનો હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી ત્રણ પરમીટ પણ મળી આવી હોવાનું સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ જણાવ્યું હતું. આ પરમીટમાં કુલ 24 દારૂની બોટલની પરમીટ છે.આરોપી પાસેથી પોલીસને તેના પિતા અને આર્મીના નિવૃત્ત બે અધિકારીઓની 3 પરમીટ મળી છે


આ પણ વાંચો - વલસાડ : એએસઆઇના આપઘાત પ્રકરણમાં પરિવારજનોએ પીએસઆઇ પર ગંભીર આક્ષેપો કર્યા

આરોપી ઋષિના પિતા રિટાયર્ડ આર્મી ઓફિસર છે. ત્રણ આર્મીની પરમીટ આરોપી પાસેથી મળી હતી જે પૈકી એક રિટાયર્ડ આર્મી કેપ્ટન, એક રિટાયર્ડ આર્મી કર્નલ અને એક રિયાયર્ડ આર્મી SN ઓફિસર છે. વાઇનશોપમાંથી પણ દારૂ ખરીદ્યો હોવાનું પોલીસને જણાઈ આવ્યું છે. પરમીટ મામલે અને દારૂ ખરીદી મામલે હવે સોલા પોલીસે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:January 19, 2021, 22:51 pm

ટૉપ ન્યૂઝ