અમદાવાદ : કોરોનાને કારણે યુવતી થઇ ક્વૉરન્ટાઇન, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તેના ઘરે પહોંચી કર્યું અકલ્પનીય


Updated: July 1, 2020, 7:39 AM IST
અમદાવાદ : કોરોનાને કારણે યુવતી થઇ ક્વૉરન્ટાઇન, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તેના ઘરે પહોંચી કર્યું અકલ્પનીય
પ્રતિકાત્મક તસવીર

યુવતીના પરિવારે અત્યારે ત્યાં ન આવવાનું કહેતા જ યુવક આવેશમાં આવી ગયો અને મરવાની ધમકી આપી.

  • Share this:
અમદાવાદ : ક્યારેક ક્યારેક સામાન્ય લોકોની એવી પ્રેમ કહાની સામે આવતી હોય છે જે  ફિલ્મોની પ્રેમ કહાનીને પણ પાણી પીવડાવે તેવી હોય છે. અમદાવાદના વેજલપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવતી કોરોના પોઝિટિવ આવતા જ તેનો પરિવાર હોમ ક્વૉરન્ટાઇન થયો હતો. આ દરમિયાનમાં જ એક યુવક કે જે યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો તે ઘરે પહોંચી ગયો હતો. યુવતીના પરિવારે અત્યારે ત્યાં ન આવવાનું કહેતા જ યુવક આવેશમાં આવી ગયો અને ધમકી આપી હતી કે, લગ્ન નહિ કરાવો તો તે હાથની નસ કાપીને આપઘાત કરી લેશે.

શહેરનાં બહેરામપુરા વિસ્તારમાં રહેતો એક યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના માતા પિતા અને ભાઈ બહેન વેજલપુર ખાતે રહે છે. આ યુવકની 21 વર્ષીય નાની બહેનને બે અઠવાડિયા પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી પરિવારના તમામ સભ્યો હોમ ક્વૉરન્ટાઇન થયા હતા.

આ પણ વાંચો - અમદાવાદમાં 6 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરાયા, 2 નવા વિસ્તારોનો સમાવેશ કરાયો

મંગળવારના રોજ બપોરે નયન નામનો એક યુવક આ યુવતીના ઘરે પહોંચી ગયો હતો. યુવતીને મળવા માટે જોરજોરથી બૂમો પાડતો હતો. ત્યારે યુવતીના ઘરના સભ્યોએ કહ્યું કે, હાલ તેઓ ક્વૉરન્ટાઇન છે એટલે અહીંથી જતો રહે. નયને જીદ પકડી અને કહ્યું કે "તેને યુવતી સાથે લગ્ન કરવા છે જેથી તેને વાત કરવા મળવા દે." જોકે, તમામ સભ્યો ક્વૉરન્ટાઇન હોવાથી મળવાની મનાઈ કરી હતી.

આ પણ જુઓ - 
આવેશમાં આવેલા નયને કહ્યું કે, જો તેઓ મળવા નહિ દે તો તેના હાથની નસ કાપીને તે અહીં આપઘાત કરી લેશે. આ વાતથી યુવતીનો પરિવાર ગભરાઈ ગયો અને આખરે પોલીસને જાણ કરી હતી. વેજલપુર પોલીસે નયન સામે ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
First published: July 1, 2020, 7:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading