એક્ટિવા ટોઇંગ કરતાં યુવાન ઉશ્કેરાયો, મિત્રો સાથે આવી રસ્તામાં ક્રેઇન રોકી તોફાન મચાવ્યું

News18 Gujarati
Updated: December 7, 2019, 10:27 PM IST
એક્ટિવા ટોઇંગ કરતાં યુવાન ઉશ્કેરાયો, મિત્રો સાથે આવી રસ્તામાં ક્રેઇન રોકી તોફાન મચાવ્યું
પ્રતિકાત્મક તસવીર

ક્રેઇનને રસ્તા વચ્ચે જ ઉભી રખાવી તમામ વાહનો છોડી દેવાની ધમકી આપી હતી, અન્ય એક શખ્સે લોખંડની પાઇપ લઇને ક્રેઇનના કર્મચારી સાથે મારા મારી કરી

  • Share this:
અમદાવાદ : મોટર વ્હીકલ એક્ટમાં સુધારા બાદ દંડની રકમમાં વધારો કરવામાં આવતાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે તુ તુ મેં મેંના અનેક બનાવો સામે આવ્યાં છે. આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. ચાંદખેડામાં ગેરકાયદે રીતે પાર્ક કરેલા વાહનનો ટોઇંગ કરતાં જ એક એક્ટિવા ચાલક ઉશ્કેરાઇ ગયો હતો. તેણે તેના મિત્ર સાથે આવીને રસ્તામાં જ ક્રેન રોકી હતી અને ટોઇંગ કરેલ તમામ વાહનો ઉતારી દેવાની ધમકી આપીને ક્રેઇનમાં કામ કરતાં કર્મચારીને લોખંડની પાઇપ મારી હતી.

એલ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉક્કડભાઇ વસાવાએ પોલીસ ફરિયાદ આપી છે કે સાંજના ચાર વાગ્યાની આસપાસ ન્યૂ સી.જી.રોડ પર આવેલ સર્જન 2 કોમ્પલેક્ષ પાસે તેઓ ગેરકાયદે પાર્ક કરેલ વાહનોને ટોંઇગ કરી રહ્યાં હતાં તે દરમિયાન એક એક્ટિવા ટોઇંગ કરવા માટે ક્રેઇનનો કર્મચારી ગયા હતાં. જો કે એક્ટિવા ચાલકને જાણ થતાં જ તે ત્યાં આવી પહોચ્યો હતો અને ક્રેઇનના કર્મચારીઓ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. જ્યારે ફરિયાદીને આ બાબતની જાણ થતાં જ તેમણે સાથી કર્મચારીઓને એક્ટિવા પરત આપી દેવા જાણ કરી હતી.

આ પણ વાંચો - પ્રદેશ કૉંગ્રેસ બાદ હવે અમદાવાદ શહેર કૉંગ્રેસનું માળખુ વિખેરાયું

એક્ટિવા ચાલકને તેની એક્ટિવા પરત કરીને ક્રેઇનના કર્મચારીઓ વિશ્વકર્મા રોડ તરફ કાર્યવાહી કરવા માટે પહોચ્યાં હતાં. તેઓ તેમની કામગીરી કરી રહ્યા હતાં તે દરમિયાન આ એક્ટિવા ચાલક તેના મિત્ર સાથે ત્યાં આવી પહોંચ્યો હતો અને ક્રેઇનને રસ્તા વચ્ચે જ ઉભી રખાવી દીધી અને ટોઇંગ કરેલા તમામ વાહનો છોડી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં આ શખ્સની સાથે આવેલ અન્ય એક શખ્સ લોખંડની પાઇપ લઇને ક્રેઇનના કર્મચારી કરીમખાન પઠાણ સાથે મારા મારી કરીને તેને પગમાં પાઇપ મારી હતી. આ પછી બંન્ને શખ્સોએ ભેગા થઇને કરીમખાનને ગડદાપાટુનો માર મારીને ફરાર થઇ ગયા હતાં. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા જ પોલીસે આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: December 7, 2019, 10:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading