અમદાવાદ : હવસખોર યુવાને જાહેર રોડ પર 16 વર્ષીય સગીરાનો હાથ પકડી કિસ કરી લીધી

અમદાવાદ : હવસખોર યુવાને જાહેર રોડ પર 16 વર્ષીય સગીરાનો હાથ પકડી કિસ કરી લીધી
પ્રતિકાત્મક તસવીર

આરોપીના ભાઈ ભાભી અને પિતાએ કહ્યું હતું કે તમારી છોકરીને તો અમારા ઘરમાં લાવવાની છે તમારાથી થાય તે કરી લો

  • Share this:
અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી છેડતી અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. છતાં કેટલાક હવસના ભૂખ્યા હવસખોરો છે કે જે સુધારવાનું નામ નથી લઈ રહ્યા. આવો એક બનાવ શહેરના વાડજ વિસ્તારમાં જોવા મળ્યો છે. 30 વર્ષીય યુવાન સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જોકે સગીરા યુવકની પ્રેમ જાળમાં ના ફસાતા અંતે હવસખોરે જાહેર રોડ પર સગીરાનો હાથ પકડી કિસ કરી લીધી હતી.

વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી કે એકાદ મહિના અગાઉ તેની 16 વર્ષીય દીકરી તેની પાસે રડતા રડતા આવી હતી અને કહ્યું હતું કે તેઓની નજીકમાં રહેતો મુકેશ પરમાર તેને છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરે છે. એકાદ મહિના પહેલાં તો તેનો હાથ પકડી લીધો હતો અને ધમકી આપી હતી કે જો તું મને પ્રેમ નહીં કરે તો તને અને તારા માતા-પિતાને જાનથી મારી નાખીશ. સગીરાના માતા-પિતા અને તેનો ભાઈ આ અંગે વાતચીત કરવા માટે મુકેશ ના ઘરે ગયા તો મુકેશના ભાઈ ભાભી અને પિતાએ કહ્યું હતું કે તમારી છોકરીને તો અમારા ઘરમાં લાવવાની છે તમારાથી થાય તે કરી લો. એટલું જ નહીં સગીરા જ્યારે પણ ટ્યૂશન જતી હતી ત્યારે આરોપી મુકેશ તેના ટ્યુશન ના ટાઈમે રસ્તા પર બાઈક લઈને આંટા મારતો હતો.આ પણ વાંચો - અભિનેતા મલ્હાર ઠાકરને ધમકી મળી, શું આવનારી ફિલ્મ માટે મલ્હારનો આ પબ્લિસિટી સ્ટંટ છે?

1 માર્ચના દિવસે જ્યારે સગીરા ટ્યૂશનથી ઘરે આવતી હતી તે દરમિયાન આરોપી મુકેશે રોડ પર જ એનો હાથ પકડી લીધો હતો અને કિસ કરી હતી. જોકે સગીરાએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. સગીરાની માતાએ પણ ત્યાં પહોંચી હતી ત્યારે મુકેશના ભાઈ ભાભી અને પિતા એ તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:March 04, 2021, 21:19 pm

ટૉપ ન્યૂઝ