ભાણીયાએ મામીને કરી પરેશાન, તાબે ન થતાં મામીના દીકરાનું કર્યું અપહરણ

News18 Gujarati
Updated: October 27, 2019, 9:08 AM IST
ભાણીયાએ મામીને કરી પરેશાન, તાબે ન થતાં મામીના દીકરાનું કર્યું અપહરણ
પ્રતિકાત્મક તસવીર

મુળ ઉત્તરપ્રદેશનો યુવક નોકરીએ લાગતા તે તેના મામાના ઘરે આવીને રોકાયો હતો

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ : ઘાટલોડિયા વિસ્તારમાં મામાના ઘરે રહેતા તેના ભાણિયાએ જ મામીને પરેશાન કરવાનો અને તેના દીકરાનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે. મુળ ઉત્તરપ્રદેશનો યુવક નોકરીએ લાગતા તે તેના મામાના ઘરે આવીને રોકાયો હતો. પણ ભાણિયાએ મામીને અનેક બાબતોમાં હેરાન પરેશાન કરી હતી. યુવતીએ કંટાળીને તેના પતિને વાત કરતા મામાએ તેના ભાણિયાને ઠપકો આપ્યો હતો. જોકે ભાણિયાએ મામા મામીના બાળકનું જ અપહરણ કરી લીધું અને મામીને તેના તાબે થવા ધમકી આપી હતી. ઘાટલોડિયા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુળ ઉત્તરપ્રદેશનો યુવક ઘાટલોડિયા વિસ્તારમાં રહીને એક ખાણીપીણીના દુકાનમાં મજૂરી કામ કરતો હતો. યુવકે તેના ચાર વર્ષના બાળકને સિનિયર કે.જીમાં ભણાવવા માટે સ્કુલમાં મૂક્યો હતો. તેની બહેનનો પુત્ર અમદાવાદમાં નોકરી માટે આવતા તેને તેના ઘરમાં જ રાખ્યો હતો. ગત 24મીએ યુવકની પત્ની તેના પુત્રને લઇને શાકમાર્કેટમાં ગઇ હતી ત્યારે આ તેનો ભાણિયો ત્યાં આવ્યો હતો અને તેની સાથે જવા માટે દબાણ કર્યું હતું. મામીએ ભાણિયાને ના પાડી દેતા તેણે બાળકને જબરદસ્તીથી ઉપાડી લીધો હતો અને રીક્ષામાં બેસીને ફરાર થઇ ગયો હતો. માતા પોતાના બાળકની શોધમાં નીકળી હતી. ત્યારે ભાણિયાએ મામીને ફોન કર્યો હતો કે બાળક જોઇએ તો અડાલજ આવી જા. મામી અડાલજ જવાની તૈયારી કરતી હતી તેવામાં જ ફરી ફોન આવ્યો અને કાલુપુર સ્ટેશન આવવા કહ્યું હતું. આ મહિલા ત્યાં પહોંચી તો ભાણિયાએ ફોન કરીને કહ્યું કે તે તેના ભાઇને લઇને મુંબઇ જતો રહ્યો છે.

આ અંગે ભાણિયાના મામાએ ઘાટલોડિયા પોલીસને સંપર્ક સાધતા પોલીસે આઇપીસી 363 મુજબ ફરિયાદ નોંધી સંતાનની શોધખોળ હાથ ધરી છે.
First published: October 27, 2019, 9:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading